<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

ખૂબ જ મહત્વના સમાચારો ઉડતી નજરે

* અમેરિકામાં નાયગ્રા ફોલ્સથી ન્યૂયોર્ક પાછી ફરી રહેલ ટુરિસ્ટ બસ પેમ્બ્રૉક હાઇવે પાસે અકસ્માતનો ભોગ બનતા પાંચના મૃત્યુ થયા છે. આ બસમાં ભારત ફિલીપીન્સ ચીન સહિત સંખ્યાબંધ દેશોના ટુરિસ્ટો હતા. સંખ્યાબંધ ટુરિસ્ટો  ઘાયલ થયા છે 

* પંજાબના હોશિયારપુર જલંધર માર્ગ ઉપર ગેસ ભરેલા ટેન્કરમાં આગ લાગતા બે લોકો જીવતા સળગી ગયા અનેક ઇજાગ્રસ્ત: સવા ડઝન દુકાનો અને અડધો ડઝન રહેણાંક મકાનો ભસ્મીભૂત.

* ઓઇલ અને ફાર્મા સેક્ટર પછી હવે ભારતથી આવતા  ફર્નિચર પર મોટાપાયે ટેરિફ ઝીંકવાની ટ્રમ્પની તૈયારી, ભારતને જોરદાર અસર પડવાનો ભય 

* મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હિંસક અથડામણ, અનેક વાહનોમાં આગચંપી, પથ્થરમારામાં અનેક ઈજાગ્રસ્ત * ભારત ખાતે નવા એમ્બેસેડર એલચી તરીકે પોતાના અત્યંત વિશ્વાસુ  સર્જીઓ ગોરની ટ્રમ્પે નિમણૂક કરી છે.

વારાણસીમાં દસ કલાકમાં ૧૦ ઇંચ ધોધમાર વરસાદથી જળબંબાકાર

વારાણસી પર આ વખતે મેઘરાજા વધુ મહેરબાન થયા હોય એવું લાગી રહ્યું છે. શહેરમાં અત્યાર સુધી સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ક્રમમાં શુક્રવારે રાત્રે લગભગ ૯ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ આજે શનિવારે સવારે ૭ વાગ્યા સુધી સતત ચાલુ રહ્યો હતો. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે.

 

એસ ટી એફ સાથેની અથડામણમાં એક લાખનો ઈનામી બદમાશ ઠાર

આઝમગઢના જહાનાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરેહથા ગામ પાસેના મંગઈ નદીના પુલ નજીક શનિવારે વહેલી સવારે પોલીસ સાથે થયેલી અથડામણમાં રૌનાપાર પોલીસ સ્ટેશન વિસ્તારના હાજીપુર ગામનો રહેવાસી અને એક લાખનો ઈનામી બદમાશ શંકર પ્રસાદ કનોજિયા માર્યો ગયો છે. શંકર પર મઉ જિલ્લામાં લૂંટ સહિત જીયનપુર પોલીસ સ્ટેશનમાં હત્યા અને લૂંટના અનેક કેસ નોંધાયેલા હતા.

 

કાનપુરમાં બીબીએની વિદ્યાર્થીની પર કૂતરાઓનો હુમલો: ગાલના લોચા કાઢી નાખ્યા: બે ભાગમાં ગાલ વ્હેંચાય ગયો

શ્યામનગરના રહેવાસી આશુતોષ સાહુએ જણાવ્યું કે તેમની ૨૧ વર્ષની ભત્રીજી વૈષ્ણવી સાહુ રૂમા ખાતેની એલન હાઉસ કોલેજમાં બીબીએના છેલ્લા વર્ષની વિદ્યાર્થીની છે. મધુવન પાર્ક પાસે વાંદરાઓ અને કૂતરાઓનું ટોળું લડી રહ્યું હતું. વૈષ્ણવી ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે કૂતરાના ટોળાએ તેના પર હુમલો કર્યો.

કૂતરાઓએ તેને રસ્તા પર પાડી દીધી અને તેના ગાલનું માંસ નોચી લીધું. હુમલામાં વૈષ્ણવીનો ગાલ બે ભાગમાં વહેંચાઈ ગયો અને નાકનું પણ માંસ નોચી લીધું. છોકરીનો અવાજ સાંભળીને લોકોએ લાકડીઓ મારીને કૂતરાઓને ભગાડ્યા. આ હુમલામાં વૈષ્ણવીના ગાલ અને નાક પર ૧૭ ટાંકા આવ્યા છે.

 

મથુરા જંક્શન પર માતા પાસે સૂતેલી બાળકીનું અપહરણ કરી ચાલુ ટ્રેનમાં ઠેકડો મારી ચડી જઈ ભાગી ગયો

શુક્રવારે મોડી રાત્રે મથુરા જંક્શન રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ માતા પાસે સૂતેલી એક વર્ષની બાળકીને ચોરી ગયો. બાળકીની માતાએ તેને લઈ જતાં જોઈને બૂમ પાડી. આ સાંભળીને રેલવે સ્ટેશન પર હાજર અન્ય મુસાફરો પણ તે વ્યક્તિની પાછળ દોડ્યા, પરંતુ તે યુપીની ચાલુ સંપર્ક ક્રાંતિ ટ્રેનમાં ચઢી ગયો અને ભાગી છૂટ્યો. પોલીસે આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

* ૩ અને ૪ સપ્ટેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક યોજાશે, જેમાં સંખ્યાબંધ ચીજ વસ્તુઓ સસ્તી થાય તેવી સંભાવના 

* બિહારમાં પટના ખાતે ભયાનક માર્ગ અકસ્માતમાં ૮ ના મોત: અમેરિકાની સંખ્યાબંધ ચીજ વસ્તુઓ ઉપર ટેરિફ નાબૂદ કર્યાની કેનેડાએ મહત્વની જાહેરાત કરી  

* ખાલી ટ્રેનના ડબ્બામાં એક કિશોરી સાથે બળાત્કાર ગુજારી તેનો બીભત્સ વિડીયો ઉતારી લેવા સબબ સુરતની અદાલતે નરાધમ આરોપીને ૨૦ વર્ષની સજા, ૫૦ હજાર દંડ ફટકાર્યો છે  

* ટ્રમ્પે કહ્યું છે કે આવતા બે અઠવાડિયા રશીયા યુક્રેન યુદ્ધ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ જશે, આમ છતાં કોઈ ઉકેલ નહીં આવે તો રશિયા ઉપર જબરજસ્ત મોટા પ્રતિબંધો અને આકરા ટેરિફ લાદવામાં આવશે, યુક્રેનને પણ કહેવાશે કે રશિયા સામેની આ અમેરિકાની લડાઈ નથી તેમની પોતાની એટલે કે યુક્રેનની લડાઈ છે 

* સંસદમાં પસાર કરાયેલા પાંચ ખરડાઓને રાષ્ટ્રપતિ મુર્મુએ મંજૂરી આપી

(9:06 PM IST)