<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

સોના-ચાંદીમાં ૧૦૦૦ રૂા.નો ઉછાળો

સોનાના ભાવ વધીને ૧,૦૩,૪૦૦ અને ચાંદીના ભાવ ૧,૧૯,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ર૩:  બુલીયન માર્કેટમાં ગઇકાલે રાત્રે ફરી તેજી જોવા મળી હતી. સોનામાં અને ચાંદીમાં ૧૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૦ર,૪૦૦ રૂા. હતા તે વધીને ૧,૦૩,૪૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૧૦,૦૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૦,ર૪,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૦,૩૪,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

સોનાની સાથે ચાંદીમાં પણ ૧૦૦૦ રૂા. વધ્‍યા હતા. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૧૮,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૧૯,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. (૪.૧૩)

(2:39 PM IST)