<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

ગ્રેટર નોઈડા દહેજ મૃત્યુ કેસની રાષ્ટ્રીય મહિલા આયોગે નોંધ લીધી: પોલીસ મહાનિર્દેશક પાસેથી રિપોર્ટ માંગ્યો

કડક કાર્યવાહી, કેસની ન્યાયી અને ઝડપી તપાસ અને પીડિતાના પરિવાર/સાક્ષીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો

નવી દિલ્હી : ગ્રેટર નોઈડા દહેજ હત્યા કેસની નોંધ લેતા, રાષ્ટ્રીય મહિલા આયોગે ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશકને ત્રણ દિવસમાં વિગતવાર કાર્યવાહી અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. આયોગના અધ્યક્ષ વિજયા રહાતકરે પોલીસ મહાનિર્દેશકને પત્ર લખીને તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ, કાયદાની જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી, કેસની ન્યાયી અને ઝડપી તપાસ અને પીડિતાના પરિવાર/સાક્ષીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે

 

(12:04 AM IST)