News of Monday, 25th August 2025
ગર્ભવતી પત્નીની હત્યા બાદ કટકા કરી નાખ્યાં, હાથ-પગ અને માથું નદીમાં ફેંકી દીધું
જેને પરમેશ્વર માન્યો તે રાક્ષસ નીકળ્યો!

હૈદરાબાદ તા.૨૫: હૈદરાબાદના મેડચલ જિલ્લામાં એક પતિએ પોતાની પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી અને પછી તેની લાશના ટુકડા કરી નદીમાં ફેંકી દીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ કપલે લવ મેરેજ કર્યા હતા, પરંતુ આ લગ્નનો આવું ભયંકર રૂપ ધારણ કરશે તે કોઈએ વિચાર્યું નહીં હોય.
ગર્ભવતી મહિલા સ્વાતિ યાદવની તેના પતિ મહેન્દ્ર રેડ્ડીની ક્રૂરતાથી હત્યા કરી નાખી હતી. સ્વાતિ અને મહેન્દ્રએ પ્રેમ લગ્ન કર્યાં હતા અને ૨૫ દિવસ પહેલા ઉપ્પલમાં રહેવા આવ્યા હતા. મહેન્દ્રએ સ્વાતિના શરીરને ઘણાં ભાગમાં કાપીને મૂસી નદીમાં ફેંકી દીધા. પોલીસે સંબંધીઓની માહિતી પર મહેન્દ્રની અટકાયત કરી છે. ઘટનાસ્થળ પર માત્ર સ્વાતિના ધડનો ભાગ મળ્યો હતો. બાકીના ભાગોની શોધખોળ ચાલુ છે.
પોલીસ અનુસાર, પતિએ હેક્સા બ્લેડથી લાશના ટુકડા કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેના હાથ અને પગ પ્રતાપસિંગારામની મૂસી નદીમાં ફેંકી દીધા અને ધડને પોતાના રૂમમાં રાખી દીધું.
આરોપી એક ટેક્સી કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે અને બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. તેના પર આરોપ છે કે, તેણે પોતાની પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી. પારિવારિક વિવાદોના કારણે તેની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા.
હત્યા બાદ આરોપીએ ખૂબ જ ચાલાકીથી સ્વાતિની બહેનને ફોન કરી કહ્યું હતું કે, સ્વાતિ લાપતા છે. કેમ કે બંને વચ્ચે ઝઘડા થઈ રહ્યાં હતા. એટલે સ્વાતિની બહેને પોતાના સંબંધીઓને આ વાત જણાવી. ત્યાર બાદ સમગ્ર કેસ પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોલીસની તપાસમાં હત્યા અને હત્યારાનો ખુલાસો થયો.
જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં આ પ્રકારના કેસની સંખ્યા વધી છે, જેમાં હત્યા બાદ લાશના ટુકડા કરવામાં આવ્યાં છે. આ પ્રકારના ઘટનાઓ લોકોને વિચારવા મજબૂર કરી દે છે કે આખરે એક વ્યક્તિ આટલો ક્રૂર કેવી રીતે હોઈ શકે.(૩૮.૭)
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
