તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Monday, 25th August 2025
તમે કેટલી રોકડ તમારા ઘરમાં રાખી શકો? શું કહે છે કાયદો?

નવી દિલ્હી તા.૨૫: ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડી કરોડો રૂપિયાની રોકડ ઝડપી પાડવામાં આવતી હોવાના સમાચાર સામે આવતા રહે છે. એવામાં સામાન્ય લોકોના મનમાં સવાલ થતો હશે કે, કાયદેસર રીતે કેટલા રૂપિયા આપણે ઘરમાં રાખી શકીએ? શું આ માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી છે ખરી? હકીકતમાં ભારતમાં પોતાના ઘરમાં કેશ રાખવાને લઈને કોઈ કાયદેસર મર્યાદા નક્કી કરવામાં આવી નથી. ઇનકમ ટેક્સ વિભાગે આ માટે કોઈ લિમિટ નક્કી કરી નથી કે, તમે કેટલા રૂપિયા ઘરમાં રાખી શકો છો. પરંતુ શરત એટલી કે તમારી પાસે જે રોકડ છે તે માન્ય અને યોગ્યસ્ત્રોતમાંથી આવી હોય. એટલે કે જો આયકર વિભાગ પૂછે તો તમારે જણાવવું પડશે કે, આ રૂપિયા ક્યાંથી આવ્યાં છે.
ઇનકમ ટેક્સ એક્ટની કલમ ૬૮થી ૬૯B સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો તમારી પાસે રાખેલી રોકડ કે સંપત્તિનોસ્ત્રોત જણાવી શકો નહીં તો, તેને અનડિક્લેયર્ડ આવક માનવામાં આવશે. આવા કેસમાં ઇનકમ ટેક્સ દ્વારા ન માત્ર ટેક્સ પરંતુ ૭૮ ટકા સુધીનો દંડ પણ લાગી શકે છે.
ભલે ઘરમાં રોકડ રાખવાને લઈને કોઈ લિમિટ ન હોય, પરંતુ વધુ રોકડ હોવા અંગે તમારી પાસે તેનાસ્ત્રેતને લઈને જરૂરી પુરાવા હોવા જોઈએ. આ માટે તમારુ ઇનકમ ટેક્સ રિટર્ન (ITR), સેલેરી સ્લિપ, બિઝનેસ રેકોર્ડ કે સેવિંગ્સના દસ્તાવેજ હોવા જરૂરી છે. તપાસના સમયે તે તમારા માટે એક પ્રકારના કવચનું કામ કરશે.
બિઝનેસ કરનાર લોકો માટે આ નિયમ વધુ કડક છે. તેના એકાઉન્ટ બુક્સ અને કેશ બુકમાં દર્શાવવામાં આવેલું બેલેન્સ ઘર પર રાખેલા કેશ સાથે મેળ ખાતો હોવો જોઈએ. સામાન્ય લોકો માટે પણ જરૂરી છે કે, વધુ રોકડ ઘરે રાખતા પહેલા તેનોસ્ત્રોત બેન્ક સ્ટેટમેન્ટ, સેવિંગ્સ કે અન્ય સત્તાવાર કાગળ સાચવીને રાખવા, જેથી તપાસ વખતે રજૂ કરી શકાય. ભારતમાં ઘરમાં કેશ રાખવી બિલકુલ ગેરકાનૂની નથી. પરંતુ જો રકમ વધારે હોય અને તેનોસ્ત્રેત જણાવી શક્યા નહીં, તો મુશ્કેલી પડી શકે છે. પારદર્શકતા અને યોગ્ય દસ્તાવેજ જ તમને ઇનકમ ટેક્સની તપાસથી બચાવી શકે છે. એટલા માટે જ્યારે પણ ઘરમાં રૂપિયા રાખો તો તેનો હિસાબ સ્પષ્ટ હોવો જોઈએ.(૩૮.૪)
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
