<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

નાનાં બાળકોનાં આધાર કાર્ડ હવે ઘેરબેઠાં બની જશે

બાળઆધારની સર્વિસ માટે માતા-પિતાએ યુઆઇડીએઆઇની સત્તાવાર વેબસાઇટ પરથી પોતાના શહેર-વિસ્‍તારનું સેવાકેન્‍દ્ર પસંદ કરીને અરજી કરવાની રહેશે

 

નવી દિલ્‍હી તા.૨૫: બાળકો માટે આધાર કાર્ડ બનાવવાનું હવે વધુ સરળ બન્‍યું છે. યુનિક આઇડેન્‍ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (યુઆઇડીએઆઇ) એ બાળઆધાર કાર્ડની શરૂઆત કરી છે. આ આધાર કાર્ડ બ્‍લુ કલરનું હશે. બાળકનું બાળઆધાર કાર્ડ બનાવવા માટે માતા-પિતાએ બાળકોને હવે આધાર કેન્‍દ્રો પર લઈ જવાની જરૂર નહીં રહે, પણ કર્મચારી પોતે ઘરે આવીને બાળકનું આધાર કાર્ડ બનાવી આપશે. આ બ્‍લુ આધાર કાર્ડ માટે ઓછામાં ઓછી ઉંમરની કોઈ મર્યાદા નથી. નવજાત બાળક માટે પણ બાળઆધાર કાર્ડની અરજી કરી શકાશે. પાંચ વર્ષ સુધીના બાળકના બાયોમેટ્રિક્‍સ નહીં લેવામાં આવે, માત્ર તેમનો ફોટો ખેંચીને એને માતા-પિતાના આધાર કાર્ડ સાથે લિન્‍ક કરવામાં આવશે. બાળઆધારની સર્વિસ માટે માતા-પિતાએ   યુઆઇડીએઆઇની સત્તાવાર વેબસાઇટ પરથી પોતાના શહેર-વિસ્‍તારનું સેવાકેન્‍દ્ર પસંદ કરીને અરજી કરવાની રહેશે.(૩૮.૩)

(10:04 AM IST)