<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

મહારાષ્ટ્રના લોકો આપે છે સૌથી વધારે ટેક્‍સઃ ગુજરાત બીજા ક્રમે

મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સૌથી વધુ કર ચૂકવતા ટોચના ૫ રાજ્‍યોમાં સામેલ

 

નવી દિલ્‍હી,તા.૨૫: ભારતમાં કર વસૂલાત દર વર્ષે સરકાર માટે આવકનો મુખ્‍યસ્ત્રેત છે. જો આપણે આવકવેરા વિભાગ અને નાણા મંત્રાલયના ડેટા પર નજર કરીએ તો, દેશમાં કેટલાક રાજ્‍યો એવા છે જે બાકીના રાજ્‍યો કરતા ઘણા આગળ છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં પણ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સૌથી વધુ કર ચૂકવતા ટોચના ૫ રાજ્‍યોમાં સામેલ છે.

જીએસટી યોગદાનમાં મહારાષ્ટ્ર સતત મોખરે છે. નાણાકીય વર્ષ ૨૦૨૪માં, રાજ્‍યએ ૩.૮ લાખ કરોડ રૂપિયા ટેક્‍સ આપ્‍યો છે. જ્‍યારે એપ્રિલ ૨૦૨૫માં, આ આંકડો રૂ. ૪૧,૬૪૫ કરોડ હતો. જોકે, આ વૃદ્ધિ દર થોડો ઘટીને ૧૧ ટકા થયો. આમ છતાં, મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ ટેક્‍સ આપતું રાજ્‍ય છે.

ગુજરાતે ૨૦૨૪-૨૫માં ૧.૭૪ લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્‍શન નોંધાવ્‍યું હતું. જ્‍યારે અત્‍યાર સુધી, એકલા એપ્રિલ ૨૦૨૫માં, તેનું યોગદાન ૧૪,૯૭૦ કરોડ રૂપિયા હતું. અહીં વાર્ષિક ધોરણે ૧૩ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

કર્ણાટક પણ જીએસટી કલેક્‍શનમાં મજબૂત સ્‍થિતિમાં છે. ત્રીજા સ્‍થાને છે.

દક્ષિણ ભારતના એક મોટા ઔદ્યોગિક રાજ્‍ય, તમિલનાડુ પણ ઞ્‍લ્‍વ્‍માં મુખ્‍ય ભૂમિકા ભજવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૪માં અહીંથી ૧.૨ લાખ કરોડ રૂપિયાનો જીએસટી આવ્‍યો. તે જ સમયે, એપ્રિલ ૨૦૨૫માં ૧૩,૮૩૧ કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્‍યા હતા. ચોથા સ્‍થાને છે.

ઉત્તર પ્રદેશ પણ જીએસટીમાં પોતાનું મજબૂત પાંચમું સ્‍થાન જાળવી રાખે છે. ૨૦૨૪ માં, રાજ્‍યએ ૧.૫ લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપ્‍યું હતું. એપ્રિલ ૨૦૨૫માં, તેનું કલેક્‍શન ૧૩,૬૦૦ કરોડ રૂપિયા હતું.

રાજ્‍યનો ટેક્‍સ કલેક્‍શન ફક્‍ત મહેસૂલનો આંકડો નથી. તેના બદલે તે જણાવે છે કે ત્‍યાંની અર્થવ્‍યવસ્‍થા કેટલી મજબૂત છે. જ્‍યારે મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્‍યો મોટા ઉદ્યોગો અને કોર્પોરેટ હબ માટે જાણીતા છે, ત્‍યારે શ્‍ભ્‍ અને તમિલનાડુ જેવા રાજ્‍યો સતત આગળ વધી રહ્યા છે.(૪૦.૯)

(10:05 AM IST)