News of Monday, 25th August 2025
જમ્મુમાં બેફામ વરસાદઃ ૨૭ સુધીનું રેડ એલર્ટઃ સાવધ રહેજોઃ ઓમર અબ્દુલ્લા
૨૪ કલાકમાં ૧૦૦ વર્ષનો રેકોર્ડતોડ વરસાદ પડયો

શ્રીનગરઃ જમ્મુના ઘણા નીચાળવાઇા વિસ્તારોમાં પાણી ચરાઈ ગયા છે. અને જમ્મુ-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના પુલને નુકસાન થયું છે. એસડીઆરએ અને પોલીસે ૪૫ આઈઆઈએમ વિદ્યાર્થીઓને બચાવ્યાઃ ત્યાં ૭-૭ ફુટ પાણી ફરી વળેલઃ ૨૪ કલાકમાં ૮ ઈંચ વરસાદ સાથે વરસાદે ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડયો. પૂલ તૂટયાઃ રસ્તા બંધ
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તમામ સંબંધિત વિભાગોને ‘હાઈ એલર્ટ' પર રશહેવા નિર્દેશ આપ્યો છે. અબ્દુલ્લએ ૨૭ ઓગષ્ટ સુધી મધ્યમથી તીવ્ર વરસાદ, વાદળ ફાટવા, અચાનક પૂર અને ઉંચાઈવાળા વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતા સહિત હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવાની પણ સહાલ આપી છે.
જમ્મુ-પઠાણકોટ હાઈવે પર લોગેટ વળાંક નજીક એક પુલને નુકસાન ગયું છેઃ જોકે ૨૫૦ કી. લાંબો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે અને ૪૩૪ કિ.મી. લાંબો શ્રીનગર-લેર નેશનલ હાઈવે ખૂલ્લો છે. મુઘલ રોડ અને સિન્થન રોડ બંધ છે.(૪૦.૮)
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
