News of Monday, 25th August 2025
દેશમાં દરરોજ ૨૦ મહિલા બની રહી છે દહેજનો ભોગ
છેલ્લા ૨૨ વર્ષમાં દહેજના નામે ૧.૮ લાખ મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો : યુપીમાં દહેજના કેસ સૌથી વધુ છે, દહેજને કારણે ૧૧,૮૭૪ મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો

નવી દિલ્હી,તા.૨૫: દેશમાં ફરી એકવાર દહેજપ્રથા વધુ સક્રિય જોવા મળી રહી છે, ગ્રેટર નોઇડામાં દહેજના લીધે પતિએ પોતાની પત્નીને જીવતી સળગાવી દેતા ચકચાર મચી જવા પામ્યો છે. પતિ વિપીન ભાટીએ પોતાની પત્ની નિક્કીને દહેજ માટે સળગાવી દેતા આ ઘટનાએ દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટના બાદ દેશમાં દહેજ મામલે કેટલી હત્યા અને કેસ થાય છે તેના આંકડા સામે આવતા તમે ચોંકી જશો, હા ભારતમાં આજેપણ દરરોજ ૨૦ મહિલાઓ દહેજના લીધે ભોગ બની રહી છે. નવાઇની વાત એ છે કે આ દૂષણ સમાજમાંથી દૂર નથી થઇ રહ્યો.
નોંધનીય છે કે યુપીના ગ્રેટર નોઈડાનો નિક્કી હત્યા કેસથી દેશમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે. નિક્કીને તેના પતિ અને સાસરિયાઓએ કેમિકલ છાંટીને આગ લગાવીને જીવતી સળગાવી દીધી હતી. આ સમયે દરેક વ્યક્તિ નિક્કી માટે ન્યાયની માંગ કરી રહી છે. નિક્કીના મૃત્યુ પાછળનું કારણ દહેજ હતું. નિક્કીનો પરિવાર જમાઈ વિપિન ભાટીની દરેક માંગણી પૂરી કરતો રહ્યો. પરંતુ તેમ છતાં વિપિનનો લોભ અટક્યો નહીં અને તેણે નિક્કીનો જીવ લઈ લીધો. જો આપણે ભારતમાં દહેજ માટે થતી મહિલાઓની મૃત્યુની વાત કરીએ, તો આ આંકડો તમારા હોશ ઉડાવી દેશે.
ઉલ્લેખનીય છે કે દેશના સરકારી આંકડા કહે છે કે , દહેજને કારણે દરરોજ લગભગ ૨૦ મહિલાઓ મૃત્યુ પામે છે. છેલ્લા ૨૨ વર્ષમાં દહેજના નામે ૧.૮ લાખ મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ૨૦૧૮-૨૦૨૧માં ૩૪,૪૯૩ મહિલાઓના મોત થયા. ૨૦૨૨માં ૬,૪૫૦ મહિલાઓની હત્યા કરવામાં આવી. દેશમાં દહેજ કેસ સંદર્ભે વાત કરીએ તો યુપીમાં દહેજના કેસ સૌથી વધુ છે. યુપીમાં દહેજને કારણે ૧૧,૮૭૪ મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો. બિહારમાં ૫૩૫૪, મધ્યપ્રદેશમાં ૨૮૫૯ પヘમિ બંગાળમાં ૨૩૮૯ અને રાજસ્થાનમાં ૨૨૪૪ મહિલાઓ અને પશ્વિમ બંગાળમાં ૨૩૮૯ દહેજને કારણે મૃત્યુ પામી હતી. જયારે ૨૦૨૪માં મહિલાઓ સામે અપરાધની કુલ ૨૫,૭૪૩ ફરિયાદો નોંધાઈ હતી. તેમાં સૌથી વધુ ૨૪ ટકા એટલે કે ૬,૨૩૭ ફરિયાદો ઘરેલુ હિંસાની હતી. દેહેજના કેસો ૧૭ ટકા એટલે કે ૪,૩૮૩ નોંધાયા હતા.(૪૦.૫)
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
