News of Monday, 25th August 2025
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ ૯૪

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ- ૯૪: ‘‘પોતાના શરીર,અસ્થિ, માંસ અને રકતને બ્રહ્માંડીય સારથી ભરેલું અનુભવ કરો.''
સાત દિવસ સુધી ભાવ કરતા રહો કે મૃત્યું આખા શરીરમાં હડ્ડી-માંસ-મજજા સુધી પ્રવેશી ગયું છે. આ ભાવને તોડયા સિવાય એ રીતે વિચારતા જાઓ. પછી સાત દિવસ બાદ જુઓ કે તમે કેવો અનુભવ કરો છો. તમે ફકત એક મરેલો ભાર રહી જશો.બધી સંવેદનાઓ બંધ થઇ જશે. શરીરમાં કોઇ જીવન અનુભવાશે નહી અને તમે કર્યુ શું છે? તમે ખાવાનું પણ ખાધું અને તમે એ બધું પણ કર્યુ જે તમે હંમેશા કરતા હતા. તફાવત એકમાત્ર આ કલ્પના હતી. તમારી ચારે બાજુ કલ્પાની એક શૈલી ઉભી થઇ ગઇ.જો તમે એમાં સફળ થઇ જાઓ અને તમે સફળ થઇ જશો. ખરી રીતે તમે એમાં સફળ થઇ જ ચુકયા છો, તમે એવું કરી જ રહ્યા છો. અજાણતા જ તમે એ કરવામાં નિષ્ણાત છો. એટલા માટે હું કહું છું કે નિરાશાથી શરૂઆત કરો. જો હું કહું કે આનંદથી ભરાઇ જાઓ તો તે બહુ કઠણ થઇ જશે. તમે એવું વિચારી પણ નથી શકતા. પરંતુ જો તમે નિરાશા સાથે આ પ્રયોગ કરો ત તમને ખબર પડશે કે જો આ રીતે નિરાશા સાથે આ પ્રયોગ કરો તો તમને ખબર પડશે કે જો આ રીતે નિરાશા આવી શકે તો સુખ કેમ આવી શકે નહી? જો તમે તમારી આજુબાજુ એક નિરાશાપૂર્ણ મંડળ તૈયાર કરીને એક મડદાલ વસ્તુ બની શકો છો તો તમે એક જીવંત મંડળ તૈયાર કરીને જીવંત અને નૃત્યમય કેમ ના થઇ શકો. બીજું તમને એ વાતની ખબર પડશે કે તમે જે દુઃખ ભોગવી રહ્યા હતાફ તે વાસ્તવિક ન હતું. તમે એને ઉભું કર્યુ હતું, રચ્યું હતું, અજાણપણે તમે એને પેદા કરી રહ્યા હતા. એના ઉપર વિશ્વાસ કરવો બહુ કઠણ લાગે છે કે તમારું દુઃખ તમારી જ કલ્પના છે કારણ કે એનાથી બધી જવાબદારી તમારા ઉપર જ આવે છે. ત્યારે બીજો કોઇ જવાબદાર રહેતો નથી અને તમે કોઇ જવાબદારી કોઇ પરમાત્માં ઉપર, ભાગ્ય ઉપર લોકો ઉપર, સમાજ ઉપર, પત્ની ઉપર કે પતિ ઉપર ફેંકી શકતા નથી કે કોઇ બીજા ઉપર ઉતરદાયિત્વ લાદી શકતા નથી. તમે જ નિર્માતા છો. જે કાંઇ તમારી સાથે બની રહ્યું છે. એ તમારું જ સર્જન છે. તો જ નિર્માતા છો. જે કાંઇ તમારી સાથે બની રહ્યું છે એ તમારુ જ સર્જન છે. તો સાત દિવસ માટે સજાગતાથી આનો પ્રયોગ કરો અને હું છું એના પછી તમે કયારેય દુઃખી થશો નહિ કારણ કે તમને તરકીબની ખબર પડી જશે. પછી સાત દિવસ માટે આનંદના પ્રવાહમાં હોવાનો પ્રયત્ન કરો, એમાં વહો. અનુભવ કરો કે દરેક શ્વાસ તમને આનંદ વિભોર કરે છે. સાત દિવસ દુઃખથી શરૂ કરો અને પછી સતા દિવસ એનાથી ઉલટુ કરો અને જયારે તમે બે વિપરીત ધ્રુવો ઉપર પ્રયોગ કરશો તો તમે વધુ સારો અનુભવ કરશો કારણ કે એમાં ચોખ્ખો તફાવત આવી જશે. એના પછી જ તમે આ પ્રયોગ કરી શકો છો કારણ કે આ સુખથી પણ ગહન છે. દુઃખ પરીધ છે, સુખ મધ્યમાં અને આ અંતિમ તત્વ છે. અંતરતમ બિન્દુ છે બ્રહ્માંડીય સાર (૩.૩)
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
