News of Monday, 25th August 2025
ગાંધીનગરનો વિકાસ વેગવંતો : સાંજે વડાપ્રધાનના હસ્તે કરોડો રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. રપ : આજે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગાંધીનગરની મુલાકાતે છે એમણે આજે ગાંધીનગર ને ૨૮૧ કરોડના કામોની ભેટ આપી છે કોર્પોરેશન અને ગુડા ના એક એક પ્રોજેક્ટનું લોકાર્પણ પણ થશે કોર્પોરેશનના જે ૨૪૩ કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તકરવાના છે તેમાં ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ વિધાનસભાના ત્રણ ત્રણ પ્રોજેક્ટોને સામેલ કરવામાં આવ્યા છે શેરી વિકાસ યાત્રાને બે દાયકા એટલે કે ૨૦ વર્ષ પૂર્ણ થવા છે જેની ઉજવણી રાજ્ય સરકાર કરી રહી છે.
નાગરિકોના એ જ સુવિધાના ભાગરૂપે કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.
કોર્પોરેશનના ૧૯૯ કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરાશે ઉપરાંત કોર્પોરેશનના પ્રોજેક્ટના ખાતમુરત પ્રધાનમંત્રીશ્રીના હસ્તે થનાર છે તેમાં ટીપી ૨૪ માં ૩૭ કરોડના ખર્ચે ગટર નેટવર્કની કામગીરી તથા બે સુમિત પંપિંગ સ્ટેશનનું બાંધકામ રાઈઝીંગ તેમજ બે વર્ષ માટે આ પ્રોજેક્ટ સંચાલન અને જાળવણી કરવાની કામગીરી કરવામાં આવશે આ ઉપરાંત વડાપ્રધાન આજે દહેગામ દસ્કોઈ અડાલજ પાસેનું સરદારધામ ત્યાં મોટા કાર્યક્રમો કરશે.
આવનારા દિવસોના કાર્યક્રમો કે ગાંધીનગર કેપિટલ નો કેવી રીતે વિકાસ કરવો તેની પણ એ રૂપરેખા નક્કી કરશે આમ હવે ગાંધીનગરમાં તમામ કાર્યો પૂર્ણ થવાની દિશામાં છે હવે ે કેટલું ઝડપથી આ કાર્ય થાય છે તે અગત્યની બાબત છે. (
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
