News of Monday, 25th August 2025
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં LoC નજીક ૬ ડ્રોન દેખાયા
પાકિસ્તાન નહિ સુધરે ....સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ : બધા ડ્રોન રવિવારે રાત્રે જોવા મળ્યા હતાઃ જે ખૂબ જ ઊંચાઈએ ઉડતા હતા

જમ્મુ, તા.૨૫: પાકિસ્તાન સરહદ પર તેની પ્રવળત્તિઓ બંધ કરી રહ્યું નથી. જમ્મુપ્રકાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક ઘણા આગળના વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી ઓછામાં ઓછા છ ડ્રોન ફરતા જોવા મળ્યા. આ પછી, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી.
સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે ૯.૧૫ વાગ્યે, મેંઢર સેક્ટરના બાલાકોટ, લંગોટ અને ગુરસાઈ નાલા પર સરહદ પારથી ડ્રોનની પ્રવળત્તિ જોવા મળી હતી. તેમણે કહ્યું કે એવી શકયતા છે કે આ ડ્રોન દેખરેખ માટે છોડવામાં આવ્યા હતા. તેઓ ખૂબ જ ઊંચાઈએ ઉડતા જોવા મળ્યા અને પાંચ મિનિટમાં પાકિસ્તાની સરહદ પર પાછા ફર્યા અધિકારીઓએ જણાવ્યું હતું કે જોકે, આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. સવાર પડતાની સાથે જ, ડ્રોનની ગતિવિધિઓ જોવા મળતા વિસ્તારોમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જેથી ખાતરી કરી શકાય કે તેમના દ્વારા કોઈ શષાો કે ડ્રગ્સ ફેંકવામાં ન આવે
છેલ્લા કેટલાક વર્ષોમાં, પાકિસ્તાન દ્વારા શષાો અને ડ્રગ્સ છોડવા માટે ડ્રોનનો ઉપયોગ સુરક્ષા એજન્સીઓ માટે એક મોટો પડકાર બનીને ઉભરી આવ્યો છે. આ સંદર્ભમાં, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, પોલીસે ડ્રોન જોવાની માહિતી આપનાર વ્યક્તિને ૩ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.(૨૩.૩૨)
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
