News of Monday, 25th August 2025
જો મહિલાને પરિણીત પુરુષ સાથે રહેવું હોય તો તેને રોકવા કોઈ કાયદો નથી
મધ્ય પ્રદેશ હાઈકોર્ટે મહિલાને આપી સ્વતંત્રતા

ભોપાલ, તા.૨૫ઃ ઍક પુખ્ત વયની મહિલાસંબંધિત હેબિયસ કૉર્પસ અરજી પર સુનાવણી કરતાં મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે જો મહિલા ઇચ્છે તો તેના પસંદના પરિણીત પુરુષ સાથે રહી શકે છે. ઍવો કોઈ કાયદો નથી જે સ્ત્રીને પરિણીત પુરુષ સાથે રહેવાથી રોકી શકે.
હાઈ કોર્ટ ૧૮ વર્ષથી વધુ ઉંમરની મહિલાની કસ્ટડી માટે દાખલ કરાયેલી હેબિયસ કૉર્પસ અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં મહિલા પર આરોપ હતો કે તે ઍક પરિણીત પુરુષ સાથે ભાગી ગઈ હતી, હકીકતમાં તેણે પોતાનાં માતાપિતા સાથે રહેવું જોઈતું હતું. રાજ્ય વતી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે જે પુરુષ સાથે તે રહેવા માગે છે તે પરણેલો છે અને તેની પત્નીને છોડીને જુદો રહે છે.
૧૮ ઑગસ્ટે આપેલા ચુકાદામાં ન્યાયાધીશ અતુલ શ્રીધરન અને ન્યાયાધીશ પ્રદીપ મિત્તલની ડિવિઝન બેન્ચે કહ્નાં હતું કે મહિલા પુખ્ત વયની છે અને પરિણીત પુરુષ સાથે સંબંધમાં રહેવું કે નહીં ઍ નક્કી કરવાનો તેને અધિકાર છે. કોર્ટે વધુમાં કહ્નાં હતું કે જ્યાં સુધી તે જે પુરુષની સાથે લગ્ન કરવા માગે છે ઍ સવાલ છે, તો ઍવો કોઈ કાયદો નથી જે મહિલાને પરણેલા પુરુષની સાથે રહેતાં રોકી શકે.
કોર્ટે કહ્નાં કે જો આ મહિલા તે પુરુષ સાથે લગ્ન કરે છે તો ફક્ત પુરુષની પહેલી પત્ની જ તેના પતિ સામે દ્વિપત્નીત્વ (બીજાં લગ્ન)નો કેસ દાખલ કરી શકે છે. આ પછી કોર્ટે મહિલાને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે પોતાના આદેશમાં કહ્નાં કે મહિલાઍ તેનાં માતાપિતા સાથે રહેવાનો ઇનકાર કર્યો હોવાથી પોલીસને વિનંતી કરવામાં આવે છે કે મહિલા તેની પસંદગીના પુરુષ સાથે રહેવા જઈ રહી છે ઍવી તેની પાસેથી બાંયધરી લીધા પછી તેને મુક્ત કરવામાં આવે. (રર.રર)
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
