<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

અમદાવામાં પીએમ મોદીનો નરોડાથી લઈ નિકોલ ખોડલધામ સુધીનો યોજાયો રોડશો

સોલા ભાગવતના ઋષિ કુમારો શંખ વગાડી પીએમનું સ્વાગત કર્યુ: તિરંગા સાથે રોડ શો માં નાગરિકો ઉમટ્યા. ઓ

અમદાવાદમાં નરોડાથી લઈને નિકોલ ખોડલધામ સુધી 1.5 કિમીનો રોડ શો યોજાયો હતો. જેમા હજારો લોકોએ વડાપ્રધાનને આવકારવા ઉમટી પડ્યા હતા અને પીએમનું અભિવાદન જીલ્યુ હતુ. રોડ શો માં સોલા ભાગવતના ઋષિ કુમારો શંખ વગાડી પીએમનું સ્વાગત કર્યુ હતુ. તિરંગા સાથે રોડ શો માં નાગરિકો ઉમટ્યા હતા 

  . ઓપરેશન સિંદૂર, વોકલ ફોર લોકલ, વિકસિત ભારત – વિકસિત ગુજરાતની થીમ પર પોસ્ટરો લઇને લોકો ઉમટ્યા હતા. રોડ શો પૂર્ણ કરી વડાપ્રધાન નિકોલમાં સભા સ્થળે પહોંચ્યા છે. અહીથી પીએમ મોદી  5,477 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.  1,500 કરોડથી વધુના ખર્ચે સિક્સલેન રોડની કામગીરીનું પણ ખાતમુહૂર્ત વડાપ્રધાન કરશે. જે બાદ તેઓ જંગી જનસભા સંબોધશે.

(6:37 PM IST)