<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

પીએમ નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ પહોંચ્યા: ઍરપોર્ટ પર શાનદાર સ્વાગત : પીએમ નિકોલ જવા રવાના

નિકોલમાં વડાપ્રધાનનો દોઢ કિલોમીટરનો રોડ શો બાદ નિકોલમાં જાહેરસભાને સંબોધન કરશે

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે પીએમ મોદીનું ઍરપોર્ટ પર આગમન થઈ ચુક્યુ છે. મુખ્યમંત્રી રાજ્યપાલ અને  પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર  પાટીલે પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ વડાપ્રધાન મોદી નિકોલ જવા રવાના થયા છે. નિકોલમાં વડાપ્રધાનનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાઈ રહ્યો છે. રોડ શો બાદ નિકોલમાં જાહેરસભાને સંબોધન કરશે. નરોડાથી લઈને નિકોલ ખોડલધામ સુધી 1.5 કિમીનો રોડ શો યોજાશે.

આ રોડ શો માં સોલા ભાગવતના ઋષિ કુમારો શંખ વગાડી પીએમનું સ્વાગત કરશે. તિરંગા સાથે રોડ શો માં હજારો નાગરિકો ઉમટ્યા છે. ઓપરેશન સિંદૂર, વોકલ ફોર લોકલ, વિકસિત ભારત – વિકસિત ગુજરાતની થીમ પર પોસ્ટરો લઇને લોકો ઉમટ્યા છે.

(6:41 PM IST)