<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

નરેન્દ્રભાઈનો અમદાવાદમાં ભવ્ય રોડ શો:પીએમને આવકારવા હજારો લોકો રોડ શો માં ઉમટી પડ્યા

એરપોર્ટથી નિકોલના સભા સ્થળ સુધીનો વડાપ્રધાને રોડ-શો યોજ્યો :અમદાવાદીઓએ નારા લગાવીને વડાપ્રધાનનું અભિવાદન કર્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી ગુજરાત પ્રવાસે આવ્યાં છે. તેઓ બે દિવસ ગુજરાતમાં છે અને આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ રાજ્યના મંત્રીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ અમદાવાદના એરપોર્ટથી નિકોલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો જ્યાં વડાપ્રધાનને આવકારવા હજારો લોકોની ભીડ જામી હતી. વડાપ્રધાનને આવકારવા મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામા જનમેદની ઉમટી પડી હતી. જનતાએ નારા લગાવીને વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું તો પીએમએ પણ લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું

વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચી ગયા છે અને એરપોર્ટથી નિકોલના સભા સ્થળ સુધીનો વડાપ્રધાને રોડ-શો યોજ્યો વડાપ્રધાનને નિહાળવા અને તેમનું સ્વાગત કરવા લોકોમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો,.અમદાવાદના એરપોર્ટથી નિકોલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાયો

 

(7:17 PM IST)