<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

એન્જિનિયરને જૂતાથી મારવા મામલે ભાજપ નેતાની ધરપકડ

ભાજપના નેતાને ખેંચીને લઈ ગઈ પોલીસઃપોલીસ અને ભાજપ સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ

બલિયા, તા.૨૫

ઉત્તર પ્રદેશના બલિયામાં ભાજપ નેતા મુન્ના બહાદુર સિંહ દ્વારા ઓફિસમાં ઘૂસીને વીજળી વિભાગના એન્જિનિયરને  માર મારવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. રવિવારે (૨૪મી ઓગસ્ટ) જ્યારે પોલીસ તેમને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ ગઈ ત્યારે ત્યાં હોબાળો મચી ગયો. મુન્ના બહાદુરે પોલીસ વાહનમાં બેસવાનો ઇનકાર કર્યો હતો અને તેમના સમર્થકોએ પણ સ્થળ પર હોબાળો મચાવ્યો હતો. જોકે, પોલીસકર્મીઓ ભાજપ નેતાને ઢસડીને વાહનમાં બેસાડ્યો હતો.

અહેવાલો અનુસાર, ભાજપ નેતા મુન્ના બહાદુરને પોલીસે એન્જિનિયરને માર મારવાના આરોપસર અટકાયતમાં લીધા હતા, તેને છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તબીબી તપાસ પછી પોલીસે તેમને પાછા પોલીસના વાહનમાં બેસાડવાનું શરૃ કર્યું હતું. આ દરમિયાન તેણે વિરોધ કર્યો હતો અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ત્યાં પહોંચી ગયા અને પોલીસ સામે ઝપાઝપી કરીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આવી સ્થિતિમાં પોલીસે મુન્ના બહાદુરને બળજબરીથી કાર સુધી ખેંચી જવો પડ્યો હતો.

આખો વિવાદ શનિવારે (૨૩મી ઓગસ્ટ) વીજળી કાપની ફરિયાદને લઈને શરૃ થયો હતો. ભાજપ નેતા મુન્ના બહાદુર વીજ વિભાગના ઇજનેર શ્રીલાલ સિંહની ઓફિસ પહોંચ્યા હતા. વાતચીત દરમિયાન, બંને વચ્ચે દલીલ થઈ અને મુન્નાએ ઇજનેરને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

એન્જિનિયર શ્રીલાલ સિંહે આરોપ લગાવ્યો કે, મુન્ના બહાદુરે જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરીને મારા પર હુમલો કર્યો. જો કે, મુન્ના બહાદુરે આરોપ લગાવ્યો કે એન્જિનિયરે મારા કામદારો સાથે ગેરવર્તન કર્યું અને કામદારોએ તેમના પર હુમલો કર્યો.

 

(7:58 PM IST)