<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

ભાજપની એક ચાલ અને ઈન્ડિયા ગઠબંધનમાં પડી ફૂટ

વિપક્ષી દળોના બે ફાડિયા પડ્યા, કોંગ્રેસ એકલી પડી!:બિલ માટેની જેપીસીમાં સામેલ થવાની વિપક્ષી જૂથની અનેક પાર્ટીઓએ ના પાડી છે ત્યારે કોંગ્રેસ એકલી પડતી દેખાય છે

નવી દિલ્હી, તા.૨૫

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલના દિવસોમાં બિહારમાં વોટર અધિકાર યાત્રા કાઢી રહ્યા છે અને એસઆઈઆર પ્રક્રિયા અંગે સતત ચૂંટણી પંચ ઉપરાંત ભાજપ પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ બધા વચ્ચે ભાજપની એક ચાલે વિપક્ષી એક્તામાં ફૂટ નાખી છે અને કોંગ્રેસ જાણે એકલી પડતી હોય તેવું જણાય છે. વાત જાણે એમ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓના ૩૦ દિવસ સુધી કસ્ટડીમાં રહ્યા બાદ તેમને પદ પરથી હટાવનારું બિલ રજૂ  કર્યું હતું જેને સંયુસ્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલી દેવાયું છે. પરંતુ જેપીસીમાં સામેલ થવાના મુદ્દે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનમાં ફૂટ પડી છે.

ટીઓઆઈના રિપોર્ટ મુજબ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને હટાવવાની જોગવાઈવાળા બિલ અંગે બનનારી સંયુક્ત સંસદીયસમિતિ (JPC) માં સામલ થવાની મમતા બેનર્જી બાદ હવે અખિલેશ યાદવે પણ ના પાડી. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ પણ જેપીસીમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે. જ્યારે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના પણ એ વાત પર મંથન કરી રહી છે કે જેપીસીમાં સામેલ ન થવું. ત્યારબાદ હવે કોંગ્રેસ જાણે એકલી પડી હોય તેવું લાગે છે. કારણ કે કોંગ્રેસ પાર્ટી સમિતિમાં  સામેલ થવા માટે ઈચ્છુક જોવા મળી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૨૦ ઓગસ્ટના રોજ ચોમાસુ સત્રમાં એક બિલ ગંભીર અપરાધિક આરોપમાં ધરપકડ કરાયેલા કે કસ્ટડીનો સામનો કરનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને હટાવવાની જોગવાઈવાળું બિલ રજૂ ક ર્યું. જો આ કાયદો લાગૂ થઈ જાય તો તે પીએમ, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓ પર લાગૂ થશે. શાહે ત્રણ પ્રમુખ બિલ રજૂ કર્યા.- કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સંશોધન) બિલ ૨૦૨૫, સંવિધાન (૧૩૦મું સંશોધન) બિલ ૨૦૨૫, અને જમ્મુ કાશ્મીર પુર્નગઠન (સંશોધન) બિલ ૨૦૨૫.

જોગવાઈઓ મુજબ કોઈ પણ પીએમ, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી કે કોઈ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રી જો લઘુત્તમ પાંચ વર્ષની જેલની સજાવાળા ગુના સંબંધે ધરપકડ કરાયેલા હોય અને સતત ૩૦ દિવસ સુધી કસ્ટડીમાં રહે તો તેમણે ૩૧માં દિવસે રાજીનામું આપવું પડશે. તેનું પાલન ન કરવાની સ્થિતિમાં આપોઆપ હટાવી દેવાશે.

પ્રસ્તાવિત બિલને જેપીસીમાં મોકલી દેવાયું છે. જેને આગામી સંસદીય સત્રના પહેલા દિવસે પોતાનો રિપોર્ટ  રજૂ કરવાનો નિર્દેશ અપાયો છે. સમીક્ષા સમિતિમાં લોકસભાના ૨૧ અને રાજ્યસભાના ૧૦ સાંસદો સામેલ છે. જે સંસદના શિયાળુ સત્રમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. પરંતુ હવે ધીરે ધીરે ટીએમસી, સપા, અને આમ આદમી પાર્ટીએ આ સમિતિમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો છે. અમિત શાહે જ્યારે સંસદમાં આ બિલને રજૂ કર્યું હતું તો તમામ વિપક્ષી દળોએ એકજૂથ થઈને તેનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે વિપક્ષો બે જૂથમાં વહેંચાઈ ગયા છે. ટીએમસી, સપા અને આપના હટ્યા બાદ કોંગ્રેસ સામે પડકાર એ છે કે તે પોતાની જૂની લાઈન પર રહે કે પછી વિપક્ષી એક્તાને પ્રાથમિકતા આપીને જેપીસીથી હટવાનો નિર્ણય કરે. હકીકતમાં કોંગ્રેસ આ સમિતિમાં સામેલ થવાના પક્ષમાં છે. કારણ કે પાર્ટીને એવું લાગે છે કે જેપીસીની તપાસ દરમિયાન વિપક્ષ તરફથી આલોચના નોંધાવી જરૃરી છે.

 

(8:17 PM IST)