News of Monday, 25th August 2025
સાંઈ લાઈફ સાયન્સમાં મેગા બ્લોક ડીલ: TPG એશિયા ૧૪% થી વધુ હિસ્સો વેચશે!
મંગળવારે બજાર ખુલતાની સાથે જ ₹૨,૫૦૦ કરોડની મોટી ડીલ થવાની શક્યતા, શેરના ભાવમાં ઘટાડો આવી શકે

મુંબઈ : શેરબજારમાં મંગળવારે સવારે એક મોટી હલચલ જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંઈ લાઈફ સાયન્સ લિમિટેડ (Sai Life Sciences Ltd.)માં એક વિશાળ બ્લોક ડીલ થવા જઈ રહી છે. ખાનગી ઇક્વિટી ફર્મ TPG Asia VII SF Pte આ ડીલ દ્વારા કંપનીમાં પોતાનો બાકીનો સંપૂર્ણ હિસ્સો વેચવાની તૈયારીમાં છે.
TPG Asia VII SF Pte કંપનીના લગભગ ૧૪.૭૨% એટલે કે ૩.૦૭ કરોડ શેર વેચશે. આ ડીલ આશરે ₹૨,૫૦૦ કરોડની હોઈ શકે છે. આ શેર્સ માટે ફ્લોર પ્રાઇસ ₹૮૬૦ પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, જે સોમવારના બંધ ભાવ (₹૯૦૫.૯૦) કરતાં ૫.૧૮% ડિસ્કાઉન્ટ પર છે.
આ પહેલા, જૂન ૨૦૨૫ની શરૂઆતમાં TPG Asia એ કંપનીમાં ૧૦% હિસ્સો ₹૧,૫૦૫ કરોડમાં વેચ્યો હતો, જેમાં આદિત્ય બિરલા સન લાઈફ MF, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ અને નિપ્પોન ઈન્ડિયા MF જેવા મોટા રોકાણકારોએ ખરીદી કરી હતી.
આ મોટી ડીલના સમાચારને કારણે મંગળવારે સાંઈ લાઈફ સાયન્સના શેરમાં દબાણ જોવા મળી શકે છે. જોકે, છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં ૧૮.૪૭%નો વધારો થયો છે
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
