<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

હિમાચલમાં મેઘતાંડવ: વાહન વ્યવહાર ઠપ્પ હોઈ સફરજન ઝાડ ઉપર તોડ્યા વિનાના એમનેમ પડ્યા છે: અબજો રૂપિયાનું નુકસાન: ખેતરો ધોવાયા: હિમાચલ પ્રદેશમાં રાત આખી અને સવારે પણ અતિ ભારે વરસાદ ચાલુ

કુલુ: હિમાચલમાં આજે સવારે પણ સતત ભારે થી અતિ ભારે વરસાદ ચાલુ છે અને સમગ્ર હિમાચલ ધોવાઈ ગયાનું અને હદ બહારનું નુકસાન થયાના અહેવાલો મળે છે. 

તાજેતરની સંખ્યાબંધ વાદળ ફાટવાની ઘટનાઓએ હાહાકાર મચાવ્યો છે. કુલ્લુ, શિમલા અને લાહૌલ-સ્પીતિ જેવા વિસ્તારોમાં ભારે પૂર અને ભૂસ્ખલનથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આ વરસાદી તોફાનમાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે કરોડો-અબજો રૂપિયાનું નુકસાન થયું છે. 

સફરજનના હજારો ખેતરો માં પારા વાર નુકસાન થયું છે અને ખેતરમાં વાહન વ્યવહાર બંધ હોવાને લીધે ખેડૂતોએ પોતાના ખેતરોમાં સફરજન ઉતાર્યા નથી અને હવે સફરજન પાકીને નીચે પડવા લાગ્યા હોય બહુ મોટું નુકસાન સર્જાયું છે. 

રાજ્યમાં ૩૨૩ રસ્તાઓ બંધ થયા, શાળાઓ બંધ કરવામાં આવી અને અનેક પુલ ધોવાઈ ગયા છે. રીતસર "મેઘતાંડવ" સર્જાયું છે, 

હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે, જેનાથી નુકસાન વધવાની શક્યતા છે.

(9:44 AM IST)