News of Tuesday, 26th August 2025
કડવા પટેલ સમાજ નોર્થ અમેરિકા દ્વારા લાસવેગાસમાં ત્રીદિસીય ગ્લોબલ કન્વેન્શન યોજાયુ
વિદેશમાં રહેતા કડવા પાટીદારો સાથે સામાજીક સાંકળને મજબુત બનાવવા કેપીએસએનએના ગ્લોબલ કન્વેન્શનમાં યુનિટી, કલ્ચર અને કોમ્યુનીટીનો સમન્વય રપ સ્ટેટ્સ માંથી ૩૫૦ ફેમીલી ૬૫૦ જેટલા કોમ્યુનીટી મેમ્બર્સ કન્વેન્શનમાં જોડાયાઃ સ્વત્રંતતા પર્વ, જન્માષ્ટમીની ઉજવણી સાથે રાસની રમઝટ, ફેશન શોઃ આર્થિક, સામાજીક, પારીવારીક, કેરીયર ગાઇડન્સ હેલ્થ અવરનેસ જેવા વિષયો પર ચર્ચા

રાજકોટઃ માદરે વતનથી દુર અમેરિકા ખાતે વસવાટ કરતા કડવા પાટીદાર પરિવારના સામાજીક સંબંધોને જીવંત રાખતા અને વતનમાં જ્ઞાતીજનોને મદદ કરતી સંસ્થા કડવા પાટીદાર સમાજ ઓફ નોર્થ અમેરિકા કેપીએસએનએ દ્રારા અમેરિકામાં વસતા કડવા પાટીદાર પરિવારો માટે ૧૫ થી ૧૮ ઓગષ્ટ અમેરીકાના લાસ વેગાસ ખાતે સૌરાષ્ટ્ર કડવા પાટીદારોનું ગ્લોબલ કન્વેન્શન યોજાયુ હતું,
અમેરીકાના લાસ વેગાસ ખાતે હોટેલ વેનેસીયનમાં યોજાયેલ આ કન્વેન્શનમાં કેનેડા, ઈન્ડીયા, આફ્રિકા સહીત લગભગ ૨પ જેટલા સ્ટેટસ્ માંથી ૩૫૦ જેટલા પરિવારો અને ૬પ૦ જેટલા જ્ઞાતીજનો જોડાયા હતા. ભારત થી ઉમિયા માતાજી મંદિર સિદસરના ઉપપ્રમુખ ચીમનભાઈ સાપરીયા, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ગાંઠીલાના પ્રમુખ નિલેશભાઈ ધુલેશીયા, દાવત બેવરેજીસના ચંદુભાઈ ખાનપરા, અમદાવાદ થી અંકુરભાઈ ભાલોડીયા, દિપકભાઈ ગોવાણી સહીતના સાથે સુરતના ઉદ્યોગપતિ અને મા-બાપ વિહોણી દિકરીઓના લગ્ન કરાવનાર મહેશભાઇ સવાણીએ આ કન્વેન્શનમાં હાજરી આપી હતી.
કન્વેન્શનના કો-ચેરમેન તરીકે પરાગભાઈ ભલાણી તથા શ્રીમતી રાજુબેન વાછાણીની ઉપસ્થિતીમાં કેપીએસએનએ ના પ્રેસીડેન્ટ મનસુખભાઈ કોઠડીયા તથા વાઇસ પ્રેસીડેન્ટ અલ્પેશભાઈ કનેરીયાએ સંસ્થા દ્રારા થતી સેવાકીય, સામાજીક પ્રવૃતિઓની વિસ્તૃત માહીતી આપતા જણાવ્યુ હતુ કે કેપીએસએનએ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં આશરે પ લાખ ડોલર તથા નોર્થ અમેરીકાની વિવિધ પ્રવૃતિઓની ઝલક આપી હતી. બોર્ડ ઓફ ટ્રસ્ટીઓ ડો. જમનભાઈ કોટડીયા, ડો. ભાણજીભાઈ કુંડારીયા, દિનેશભાઈ કટારીયા, સંજયભાઈ કાલાવડીયા, પરાગભાઈ ભલાણી ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમ દરમ્યાન ફેશન શો યોજાયો હતો. જેમાં ૩૦ થી ૩૫ જેટલા યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. કન્વેન્શનમાં સહયોગ આપનાર દાતાઓનું સન્માન કરાયું હતુ.
કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા દ્વારા જન્માષ્ટમી નિમિતે કૃષ્ણ જન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. યોગા મેડીટેશન, સત્સંગ કાર્યક્રમ બાદ ફાઇનાન્સિયલ લીટરસી, વુમન ફોરમ, હેપીનેસ હબ, યુવાનો માટે નેટવર્કિંગ સેશન, બાળકો માટે ગેમ્સ, કરીયર ગાઇડન્સ સેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સિદસર ઉમિયાધામના હોદેદારો, સન્માન કરવામાં આવ્યુ હતુ. કડવા પટેલ ગ્લોબલ કોમ્યુનીટી દ્વારા કેપીએસ એનએના ડો. ભાણજીભાઈ કુંડારીયા ધર્મપત્ની શ્રીમતી માનસીબેન કુંડારીયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતુ. ઉમિયાધામના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલે ઉમિયા માતાજી મંદિર સિદસરના નેજા હેઠળ ચાલતી સમૃદિધ યોજના-૧ અને ૨માં થયેલા વિકાસકામો અને સમૃદિધ યોજના ૩ના આગામી ઉદેશ્યોનો અને નિર્માણાધીન વિવિધ સામાજીક પ્રોજેકટો ની વિસ્તૃત માહીતી આપી હતી. અલ્પેશભાઈ કનેરીયાએ કડવા પાટીદાર સમાજના વડવાઓના સામાજીક, રાજકીય અને શૈક્ષણીક ક્ષેત્રે યોગદાનનો ચિતાર આપ્યો હતો.
કાર્યક્રમના અંતમાં કેપીએસએનએના પ્રમુખ મનસુખભાઈ કોઠડીયા, ઉપપ્રમુખ અલ્પેશભાઈ કનેરીયા બોર્ડ ઓફ ટ્રસ્ટીઓ દ્વારા દરેકનો આભાર માન્યો હતો.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
