હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મેં ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકયું : દુનિયાભરમાં ૭ યુદ્ધ અટકાવ્યા, તેમાં ૪ ટેરિફથી
ટ્રમ્પે ફરી પીપૂડી વગાડી ભારત-પાક.યુદ્ધમાં ૭ ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા હતા

વોશિંગ્ટન, તા.૨૬: સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ સાથેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમને વિશ્વભરમાં સાત યુદ્ધ અટકાવવા પર ગર્વ છે. તેમણે કહ્યું કે આમાંથી ચાર યુદ્ધો ટેરિફ દ્વારા અટકાવવામાં આવ્યા હતા.
આમાં ભારત અને પાકિસ્તાન યુદ્ધ પણ સામેલ છે, જેનો તેમણે દાવો કર્યો હતો કે તે પરમાણુ યુદ્ધની નજીક હતું. ટ્રમ્પે કહ્યું, ‘મેં સાત યુદ્ધો અટકાવ્યા છે જે ચાલી રહ્યા હતા, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધ પણ સામેલ છે. તેઓ દરેક જગ્યાએ જેટ તોડી પાડી રહ્યા હતા.'
આ ઉપરાંત, ટ્રમ્પે ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ૭ ફાઇટર જેટ તોડી પાડવાનો દાવો પણ કર્યો હતો. આ ૧૯ જુલાઈના રોજ ૫ ફાઇટર જેટ તોડી પાડવાના તેમના દાવા કરતા પણ વધુ છે. જોકે, આ વખતે પણ તેમણે સ્પષ્ટતા કરી નથી કે આ જેટ કોના હતા.
પ્રટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ટેરિફ દ્વારા ટ્રિલિયન ડોલર કમાયા અને આ રણનીતિ દ્વારા યુદ્ધોને પણ અટકાવ્યા. ટ્રમ્પ પહેલા યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે કહ્યું હતું કે ભારત પર લાદવામાં આવેલા સેકન્ડરી ટેરિફ પણ વોશિંગ્ટનની આ જ રણનીતિનો ભાગ છે.
એનબીસી ન્યૂઝના ‘મીટ ધ પ્રેસ' સાથે વાત કરતા, વેન્સે જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત પર ટેરિફ લાદવા સહિતના પગલાં દ્વારા રશિયા માટે તેની ઓઈલ અર્થવ્યવસ્થામાંથી નફો મેળવવાનું મુશ્કેલ બનાવી રહ્યું છે.
વેન્સે કહ્યું કે અમેરિકા પાસે હજુ પણ ૅઘણા પત્તા ખોલવાના બાકી છેૅ અને ભાર મૂકયો કે ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયા પર અગાઉની સરકારો કરતાં વધુ આર્થિક દબાણ કર્યું છે.
ચીન દ્વારા રશિયન ઓઈલ ખરીદવા અંગે વેન્સે કહ્યું, ‘અમે હમણાં જ ચીન પર ૫૪ ટકા ટેરિફ લાદ્યો છે, અમે પહેલાથી જ ચીન પર ઘણા પ્રતિબંધો લાદી દીધા છે અને આ યુદ્ધનો અંત લાવવા માટે ચીન સરકાર સાથે ઘણી વખત વાતચીત કરી છે.'
તેમણે કહ્યું કે જો રશિયા સાથે પ્રગતિ થાય છે, તો કેટલાક દેશો પર ટેરિફ ઘટાડી શકાય છે. જો જરૂર પડશે તો તેમાં હજુ વધારો કરવામાં આવશે. અમેરિકા યુક્રેનને એવી સુરક્ષા ગેરંટી આપી રહ્યું છે કે રશિયા ફરીથી હુમલો ન કરી શકે. અમેરિકા રશિયા અને યુક્રેન બંને સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી કંઈક રસ્તો નીકળે અને યુદ્ધ બંધ કરી શકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
