હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશમાં રેપ મર્ડરથી ૨૫ ગણી વધુ છે દહેજ હત્યાઓ
પરિસ્થિતિ હજુ પણ ખૂબ જ ખરાબ છે; NCRB ના ભયાનક આંકડા ૩માંથી ૧ મહિલાનું શારિરિક કે યૌન શોષણ પતિ કરતો હોય છે

નવી દિલ્હી, તા.૨૬: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ૨૮ વર્ષીય નિક્કી ભાટીના મળત્યુથી લોકોમાં ગુસ્સો ફેલાયો છે. આજે પણ દેશના ઘણા પરિવારોની પુત્રવધૂઓ અને પુત્રીઓને તેમના ઘરોમાં હિંસાનો સામનો કરવો પડે છે. દહેજ હત્યાઓ પણ આ હિંસાનો એક ભાગ છે. ગળહ મંત્રાલયના નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના વર્ષ ૨૦૨૨ ના આંકડા અનુસાર, ભારતમાં દહેજ હત્યાને કારણે ૬,૫૧૬ મહિલાઓના મોત થયા છે. આ તે વર્ષે દેશમાં બળાત્કાર અથવા સામૂહિક બળાત્કાર પછી માર્યા ગયેલા મહિલાઓની સંખ્યા કરતા ૨૫ ગણી વધુ છે. દેશમાં ૩માંથી ૧ મહિલાનો પતિ જ તેનું શારિરિક કે યૌન શોષણ કરતો હોય છે.
૧૯૬૧ના દહેજ પ્રતિબંધ કાયદા હેઠળ, દહેજ મળત્યુની સંખ્યામાં પણ ઓછી રિર્પોટિંગ જોવા મળી છે. વર્ષ ૨૦૨૨ના NCRB રિપોર્ટ મુજબ, આ કાયદા હેઠળ નોંધાયેલા કેસોમાં ફક્ત ૧૩,૬૪૧ મહિલાઓ આનો ભોગ બની હતી. જો આ દહેજ ઉત્પીડનનો સંપૂર્ણ આંકડો છે, તો તેનો સ્પષ્ટ અર્થ એ થશે કે દહેજ માટે ઉત્પીડિત એક તળતીયાંશ મહિલાઓ મળત્યુ પામે છે. આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે મોટાભાગની મહિલાઓ નિક્કી ભાટી જેવો કેસ ન આવે ત્યાં સુધી દહેજ વિરોધી કાયદા હેઠળ મદદ લેતી નથી. વર્ષ ૨૦૧૯-૨૧ માટે NFHS ના ડેટા મુજબ, ૧૮-૪૯ વર્ષની વયની ૨૯ ટકા મહિલાઓને તેમના પતિઓ તરફથી શારીરિક અથવા જાતીય હિંસાનો સામનો કરવો પડ્યો હતો.
NCRB અનુસાર, વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં, કોર્ટમાં દહેજ મળત્યુના ૬૦,૫૭૭ કેસ પેન્ડિંગ હતા. આમાંથી ૫૪,૪૧૬ કેસ ૨૦૨૨ પહેલાના હતા. બીજી તરફ, ૨૦૨૨ માં સુનાવણી પૂર્ણ થયેલા ૩,૬૮૯ કેસમાંથી માત્ર ૩૩ ટકા મહિલાઓને દોષિત ઠેરવવામાં આવી છે. આ વર્ષે સુનાવણી માટે મોકલવામાં આવેલા ૬,૧૬૧ કેસમાંથી માત્ર ૯૯ કેસોમાં જ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે નિક્કી ભાટીના કેસમાં એક વર્ષમાં દોષિત ઠેરવવાની સંભાવના ૨ ટકાથી ઓછી છે.
૨૦૧૦ ના પુસ્તક હ્યુમન ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયાઃ ચેલેન્જીસ ફોર અ સોસાયટી ઇન ચેન્જઁ અનુસાર, કન્યાના પરિવારનો સરેરાશ લગ્ન ખર્ચ વરરાજાના પરિવાર કરતા ૧.૫ ગણો વધારે હતો. ૨૪ ટકા પરિવારોએ કહ્યું કે તેઓએ ટીવી, રેફ્રિજરેટર, કાર અથવા મોટરસાઇકલ જેવી વસ્તુઓ દહેજ તરીકે આપી હતી. સર્વેમાં, ૨૯ ટકા લોકોએ કહ્યું કે જોસ્ત્રી અથવા તેનો પરિવાર ઇચ્છિત દહેજ ન આપે તો તેને માર મારવો સામાન્ય છે. દહેજ કે અન્ય કારણોસર મહિલાઓ જે હિંસાનો સામનો કરે છે તે અત્યંત ચિંતાજનક છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
