News of Wednesday, 27th August 2025
GSTના દરમાં ફેરફાર થયા બાદ સ્ટોક હશે તો વેપારીઓને નુકશાન નહીં થાય
વેચાણ કરવામાં આવે તેના પર વસૂલાતા જીએસટી પ્રમાણે મળતી ક્રેડિટ

મુંબઇઃ તા. ર૭, જીએસટીના દરમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ કાપડ વેપારીઓ પાસે સ્ટોક હશે તો પણ તપેઓને નુકશાન થવાની શકતા નથી. કારણ કે વસ્તુનું ખરીદી કરતી વખતે જે જીએસટી ચૂકવવામાં આવ્યો હોય અને વેચાણ કરતી વખતે ગ્રાહક પાસેથી જીએસટી વસૂલ્યો હોય તે બંને વચ્ચેના તફાવતની રકમ વેપારીને ક્રેડિટરૂપે મળી જ રહેવાની છે. તેના કારણે તેઓ પાસે સ્ટોક હશે તો પણ વાંધો નહી આવે તેવું જાણકારોનું કહેવું છે.
આગામી દિવસોમાં જીએસટી જે ચાર સ્લેબ છે તેમાં ઘટાડો કરીને બે સ્લેબ કરવામાં આવનાર છે. જો કે તેની સત્તાવર જાહેરાત કરવામાં આવ્યા બાદ તેનું નોટિફિકેશન આવે ત્યારે તેનો અમલ થવાનો છે. પરંતુ તે પહેલા જ કાપડ માર્કેટના વેપારીઓમાં ચિંતા સતાવી રહી છે તે માટેનું કારણ એવું છે કે વેપારીઓ પાસે સ્ટોક હોય અને જીએસટીના દરમાં ઘટાડો કરી દેવામાં આવે તો નુકશાન થયાનો ડર રહેલો છે. પરંતુ જીએસટીના દરમાં તફાવત કરવામાં આવે તો પણ વેપારીઓને નુકશાન થવાનું નથી કારણ કે તેઓ દ્વારા જીએસટી વસુલ કરવામાં આવે અને ભરવામાં આવે તે વચ્ચેના તફાવતની ક્રેડિટ તો વેપારીને મળવાની જ છે જો સમાન દર કરવામાં આવે તો વધુ જીએસટી ભરીને યાનની ખરીદી કરી હશે તો તેના તફાવતની રકમ ક્રેડિટરૂપે વેપારીના ખાતામાં જમા થવાની જ છે જેથી વેપારીઓ પાસે સ્ટોક હશે તો પણ ચિંતા કરવાની જરૂર નહી હોવાનું જાણકારો કહી રહ્યા છે. (૩પ-૩)
વસ્તુ ખરીદ-વેચાણના બિલ હોય એટલે ક્રેડિટ મળવાની જ
‘‘સ્ટોક હોય અને જીએસટીના દરમાં ફેરફાર થાય તો વેપારીને નુકશાન થાય તેવું શકય જ નથી કારણ કે વેપારી દ્વારા માલ ખરીદતે વખતે અને વેચાણ કરતી વખતે જે પણ જીએસટીની ચુવકણી કરી અને વસુલ કર્યો હોય તેના તફાવતની રકમ ક્રેડિટ રૂપે મળી જ રહેવાની છે. તેમજ આ માટે વેપારી પાસે બંને બિલ હશે, જેથી હાલ તે બાબતે ગભરવાની જરૂર નથી.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
