<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

ટ્રમ્‍પનો ગજબનાકનો દાવોઃ અમેરિકનો સરમુખત્‍યારને (ડિક્‍ટેટર) પસંદ કરે છે !

વોશિંગ્‍ટન, તા.૨૭: અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઓવલ ઓફિસમાં પોતાના પોતાના વિરોધીઓ પર હુમલો કરતા કહ્યું કે અમેરિકન્‍સને કદાચ ‘ડિક્‍ટેટર' જ પસંદ હોય.

વોશિંગ્‍ટન ડીસીમાં રાષ્‍ટ્રીય ગાર્ડના સૈનિકો મોત્‍સરીને કાયદા અને વ્‍યવસ્‍થા કડક કરવાના તેમના પગલાની ટીકા વચ્‍ચે આ વાત કરી.

બ્રિટનના અંગ્રેજી અખબાર મિરરના અહેવાલ મુજબ, ટ્રમ્‍પે કહ્યું, ‘લોકો કહે છે કે તે ડિક્‍ટેટર છે. પણ ઘણા કહે છે કે કદાચ અમને ડિક્‍ટેટર જોઈએ. હું ડિક્‍ટેટર નથી, હું વાસ્‍તવિક સામાન્‍યબુદ્ધિવાળો વ્‍યક્‍તિ છું.'

ડીસીમાં ડેમોક્રેટિક શાસિત શહેરમાં ૨,૦૦૦થી વધુ નેશનલ ગાર્ડના સભ્‍યો તૈનાત છે, જેમાં કેટલાક હથિયારો લઈને ગસ્‍ત કરે છે.

 ડીસી કાઉન્‍સિલમેમ્‍બર ચાર્લ્‍સ અલેને કહ્યું, ‘આ રાષ્‍ટ્રપતિનું કામ નથી, પણ સત્તાવાદ તરફ માર્ચ કરનારાનું છે.'

અન્‍ય કાઉન્‍સિલ મેમ્‍બર ક્રિસ્‍ટીના હેન્‍ડર્સને કહ્યું કે ટ્રમ્‍પ વિના કારણે સંઘર્ષ ઉભો કરી રહ્યા છે.

ટ્રમ્‍પે આગળ કહ્યું કે આ પછી શિકાગો અને ન્‍યૂયોર્ક જેવા શહેરોમાં પણ આવું કરશે.‘શિકાગો તો મોટો બગાડ છે, તે આપણું આગલું લક્ષ્ય હશે,' તેમણે કહ્યું. તેમણે ૮૦૦ સભ્‍યોને શરૂઆતમાં મોત્‍સરીને પછી છ રિપબ્‍લિકન રાજ્‍યોમાંથી વધુ મોકલ્‍યા. વોશિંગટન ડીસીમાં અપરાધ ઘટયો છે, પણ ટ્રમ્‍પ કહે છે કે ‘આ ચમત્‍કાર છે, ડીસી હવે સુરક્ષિત બન્‍યું.' સૈનિકો મુખ્‍યત્‍વે નેશનલ મોલ અને યુનિયન સ્‍ટેશન જેવા સ્‍થળોની રક્ષા કરે છે.

(1:26 PM IST)