<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

સાત બાળકોની માતા ભાણેજ સાથે ભાગી ગઈ... ત્રણ લાખ રૂપિયા લઇ ગઈ

મામાને ખબર પડી તો તેમના પર આભ તૂટી પડયું

રાયબરેલી,તા.૨૭: દિલ્‍હીમાં રહેતી સાત બાળકોની માતા તેના ભાણેજ  સાથે બાળકો અને પતિને છોડીને ભાગી ગઈ. મહિલાના પતિએ પોલીસ કાર્યવાહીની માંગ કરી છે.

પુર અચલી ગામના રહેવાસી રાજકુમારે પોલીસને ફરિયાદમાં જણાવ્‍યું છે કે તે તેની પત્‍ની લલતી અને બાળકો સાથે દિલ્‍હીમાં એક ફાર્મ હાઉસમાં કામ કરતો હતો.

૨ ઓગસ્‍ટના રોજ, તેની પત્‍ની લલતી છતનું સમારકામ કરાવવાના બહાને ૩ લાખ રૂપિયા લઈને દિલ્‍હીથી ગામ જવા નીકળી ગઈ હતી. એક અઠવાડિયા પછી જ્‍યારે તેણે ગામમાં તપાસ કરી ત્‍યારે તેને ખબર પડી કે લલતી ઘરે પહોંચી નથી કે બાંધકામનો સામાન પણ લાવ્‍યો નથી.

જ્‍યારે તેણે મોબાઇલ પર સંબંધીઓ સાથે વાત કરી ત્‍યારે તેને ખબર પડી કે લલતી તો તેના ભાણેજ ઉદયરાજ સાથે રહે છે. તેણે કહ્યું કે તેણે સંબંધીઓ સાથે ગામમાં જઈને પત્‍નીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લલતીએ તેની સાથે આવવાનો ઇનકાર કર્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ ભાણેજ સાથે પણ લગ્ન કરી લીધા છે. કોટવાલ જગદીશ યાદવ કહે છે કે ફરિયાદ મળી છે. મહિલાએ તેના પતિ સાથે આવવાનો ઇનકાર કર્યો છે. બંને પક્ષો સાથે વાત કરવામાં આવશે.

(11:10 AM IST)