<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

ધોરણ ૧૦-૧૨ની માર્કશીટમાં ભૂલો સુધારવા માટે નવી સિસ્ટમ લાગૂ થઈ

CBSEની ગાઈડલાઈનઃસ્કૂલો તરફથી બોર્ડ પરીક્ષાર્થીઓની યાદી જાહેર કર્યા બાદ વિદ્યાર્થીઓના ડેટા વેરીફિકેશન સ્લિપ જાહેર કરવામાં આવશે

નવી દિલ્હી, તા.૨૭

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી વર્ષ એટલે કે ૨૦૨૬માં ત્રણ બોર્ડ પરીક્ષાઓ આયોજીત કરશે. તેમાં ૧૦માં ધોરણની બે ૧૨માં ધોરણની એક બોર્ડ પરીક્ષા સામેલ છે. ૧૦માની પહેલી બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં અને બીજી મેમાં આયોજીત થશે. બોર્ડે તેની તૈયારી શરુ કરી દીધી છે. આ સંબંધમાં સીબીએસઈએ બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની યાદી એટલે કે લિસ્ટ ઓફ કેંડિડેટને લઈને આચાર્યોને નિર્દેશ જાહેર કરી દીધા છે.

બોર્ડે સ્કૂલો પાસેથી વિદ્યાર્થીઓના સાચા અને અપડેટેડ વિવરણની ખાતરી કરવાનો આગ્રહ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓનું આખું નામ, જન્મ તારીખ, લિંગ, કેટેગરી, વાલીઓના નામ, વિષયવાર રજીસ્ટ્રેશન, ફોટો, સહી અને APAAR ID સામેલ છે. તેની સાથે જ સીબીએસઈએ નવી સિસ્ટમની જાણકારી પણ શેર કરી છે. જે અંતર્ગત સીબીએસઈએ ૧૦માં અને ૧૨ની માર્કશીટ અને સર્ટિફિકેટમાં ભૂલ સુધારવા માટે નવી સિસ્ટમને લાગૂ કરવાની જાહેરાત કરી છે.

સીબીએસઈ તરફથી જાહેર કરવામાં આવેલી સર્કુલર અનુસાર, સ્કૂલો તરફથી બોર્ડ પરીક્ષાર્થીઓની યાદી જાહેર કર્યા બાદ વિદ્યાર્થીઓના ડેટા વેરીફિકેશન સ્લિપ જાહેર કરવામાં આવશે. આ સ્લિપના આધાર પર સુધારો કરવામાં આવશે. આ સ્લિપ સ્કૂલ તરફથી જાહેર કરવામાં આવશે. જેમાં પરીક્ષાર્થી, માતા/પિતાનું નામ, જન્મતારીખ અને બોર્ડ પરીક્ષા વિષયની જાણકારી હશે. જો સ્લિપમાં કોઈ ભૂલ હશે તો તેના આધાર પર સુધારો કરવામાં આવશે.

સીબીએસઈએ આ સ્પષ્ટ કર્યું છે કે ડેટા વેરિફિકેશન સ્લિપમાં જો કોઈ ભૂલ હશે તો તેના આધાર પર સુધારો કરવામાં આવશે. સુધારાનો મોકો બોર્ડ પરીક્ષા પહેલા મળશે.

સર્કુલરમાં કહેવાયું છે કે, જો ડેટા વેરિફિકેશન સ્લિપમાં કોઈ ભૂલ છે, તો સીબીએસઈ અરજી ફોર્મમાં ૧૩થી ૨૭ ઓક્ટોબર સુધી સુધારાની અનુમતિ આપશે. સાથે જ સીબીએસઈએ એવું પણ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયા અને તેનો સમયગાળો સમાપ્ત થયા બાદ બોર્ડ દ્વારા કોઈ સુધારા કરવામાં આવશે નહીં.

(11:01 PM IST)