<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

વડાપ્રધાન સ્વનિધિ યોજનાને ૨૦૩૦ સુધી લંબાવાઈ: ૧.૧૫ કરોડ લોકોને થશે ફાયદો: નાના દુકાનદારો-ફેરિયાઓને મોટી રાહત

કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય: પીએમ સ્વનિધિ યોજના માર્ચ ૨૦૩૦ સુધી ચાલુ રહેશે: પીએમ સ્વનિધિ યોજનામાં મોટા ફેરફારો: લોનની રકમમાં વધારો, મળશે ડિજિટલ કેશબેક

નવી દિલ્હી :  કેન્દ્રીય કેબિનેટે નાના દુકાનદારો, ફેરિયાઓ અને લારીવાળાઓને આર્થિક મદદ કરતી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને માર્ચ ૨૦૩૦ સુધી લંબાવવાનો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કુલ ૧.૧૫ કરોડ લોકોને સીધો ફાયદો થશે અને લગભગ ૫૦ લાખ નવા ફેરિયાઓને પણ આ યોજનામાં સમાવી લેવામાં આવશે.

યોજનામાં સુધારો કરીને લોનની રકમ, યુપીઆઈ-લિંક્ડ રુપે ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ કેશબેક જેવી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. હવે બીજી લોનની રકમ ₹૨૫,૦૦૦ કરવામાં આવી છે, જ્યારે ત્રીજી લોન ₹૫૦,૦૦૦ યથાવત્ રહેશે. સમયસર લોન ચૂકવનારા ફેરિયાઓને રુપે ક્રેડિટ કાર્ડ મળશે, અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ₹૧,૬૦૦ સુધીનું કેશબેક પણ આપવામાં આવશે. આ પગલાથી નાના વેપારીઓને આત્મનિર્ભર બનવા અને ડિજિટલ વ્યવહારો અપનાવવા પ્રોત્સાહન મળશે.

(9:24 PM IST)