<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

રિટેલ સ્ટોર પર મોબાઈલ નંબર આપવો જરુરી નથી

બળજબરી કોઈ માગી શકશે નહીંઃટૂંક સમયમાં ડેટા સુરક્ષાના નવા નિયમ લાગૂ થવાના છે

નવી દિલ્હી, તા.૨૭

તમે કોઈ મોલ અથવા નજીકના મલ્ટીબ્રાન્ડ રિટેલ સ્ટોરમાં જાવ છો. ત્યાં અમુક સામાનની ખરીદી કરો છો. બિલિંગ સમયે આપને કહેવામાં આવે કે આપનો મોબાઈલ નંબર આપો. તમે કહો છે કે કેમ તો સામે વાળા કહે છે કે તેના પર આપનું બિલ મોકલી દેવામાં આવશે. કોઈ સ્ટોર લોયલ્ટી પ્રોગ્રામમાં સામેલ કરવા માટે આપની પાસેથી નંબર લે છે. આવી રીતે આપના દ્વારા આપવામાં આવેલો નંબર લીક થવાનો ખતરો રહે છે. પણ સરકાર કંઈક એવું કરવા જઈ રહી છે, જેમાં રિટેલ સ્ટોર આપની પાસે બળજબરીપૂર્વક મોબાઈલ નંબર લઈ શકશે નહીં.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ભારતમાં ટૂંક સમયમાં ડેટા સુરક્ષાના નવા નિયમ લાગૂ થવાના છે. તેનાથી મોબાઈલ નંબર લેનારા મોટા રિટેલ સ્ટોર્સને તકલીફો થઈ શકે છે. કારણ કે નવા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ અંતર્ગત આવું કરવું મુશ્કેલ થઈ જશે. કારણ કે તેનાથી લોકોની પ્રાઈવસીનો ખતરો છે. જો કે અમુક ગ્રાહકો કદાચ પોતાની મરજીથી નંબર આપે પણ છે. પણ સાર્વજનિક જગ્યા પર જોરથી મોબાઈલ નંબર બોલવાથી જાણકારી લીક થવાનો ખતરો રહે છે. નવા નિયમ કહે છે કે કંપનીઓને ડેટા લેતી વખતે સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે. આવું કરવા પર નિયમનું ઉલ્લંઘન થઈ શકે છે.

ઈંટેલેક્ચુઅલ પ્રોપર્ટી લો ફર્મના એન્ડ એસ પાર્ટનર્સના એસ ચંદ્રશેખરે જણાવ્યું કે મોબાઈલ નંબર જોરથી બતાવવાની જગ્યાએ કીપેડથી એન્ટ્રી કરવા જેવા નાના બદલાવથી પ્રાઈવસી સારી બનાવી શકાય છે. તેમણે જણાવ્યું કે, કાયદો કહે છે કે ગ્રાહકોને બતાવવું પડશે કે તેમના ડેટા કેમ લેવામાં આવી રહ્યા છે. તેને ક્યાં સુધી રાખવામાં આવશે અને ક્યારે ડિલીટ કરવામાં આવશે.હવે ઈંપ્લાઈડ કેંસેંટ નહીં ચાલશે. દરેક કંસેંટ એક્સપ્લિસિટ હોવું જોઈએ. નવા નિયમ લાગૂ થયા બાદ કંપનીઓ ગ્રાહકોના મોબાઈલ નંબર ન આપવા પર સર્વિસ આપવાની ના પાડી શકશે નહીં. હા, અમુક જરુરી કેસમાં મોબાઈલ નંબર આપવો જરુર રહેશે. જેમ કે મોબાઈલ રિચાર્જ અથવા વ્યક્તિગત યાત્રા વેરિફિકેશન માટે. રિટેલર્સને ઈમેલથી રસીદ મોકલવા અથવા પ્રિન્ટેડ કોપી આપવા જેવા વિકલ્પ આપવા પડશે. વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમનેપણ બતાવવું પડશે કે ગ્રાહકનો મોબાઈલ નંબર કેમ લેવામાં આવી રહ્યો છે અને આ ગેરેન્ટી આપવી પડશે કે ડેટાને ફરી ઉપયોગ નહીં કરવામાં આવે અથવા થર્ડ પાર્ટીને આપવા કે વેચવામાં આવશે નહીં.

આ નિયમ ખાલી મોટા રિટેલ સ્ટોર્સ પર જ નહીં, પણ વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ અને હાઉસિંગ સોસાયટીમાં પણ લાગૂ થશે. આ સમયે આ તમામ જગ્યા પર વિઝિટર્સ પાસેથી મોબાઈલ નંબર લેવામાં આવે છે. નવો કાયદો લાગૂ થયા બાદ તેમને સિસ્ટમથી ચાલવાની રીત અપનાવવી પડશે.

(10:58 PM IST)