<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

ભારતે સમયસર મેળવીને ૧,૫૦,૦૦૦ પાકિસ્‍તાનીઓના જીવ બચાવ્‍યા

આ પહેલને કારણે પાકિસ્‍તાનને સમયસર પોતાના નાગરિકોને સલામત સ્‍થળોએ મોકલવાની તક મળી, નહીં તો પડોશી દેશમાં પૂરને કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્‍યા હોત

નવી દિલ્‍હી તા.૨૮: ભારતે પાકિસ્‍તાનને સમયસર માહિતી આપીને ૧,૫૦,૦૦૦ પાકિસ્‍તાનીઓના જીવ બચાવ્‍યા છે. ભારતની આ પહેલને કારણે પાકિસ્‍તાનને સમયસર પોતાના નાગરિકોને સલામત સ્‍થળોએ મોકલવાની તક મળી, નહીં તો પડોશી દેશમાં પૂરને કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્‍યા હોત. અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, ભારત દ્વારા ડેમમાંથી પાણી છોડવાને કારણે, પાકિસ્‍તાનના પંજાબ પ્રાંતના ઘણા ગામોમાં પૂરનું પાણી ઘણું પહોંચી ગયું, જેના કારણે આખો વિસ્‍તાર ડૂબી ગયો.

પાકિસ્‍તાનની નેચરલ ડિઝાસ્‍ટર મેનજમેન્‍ટ ઑથોરીટીએ પુષ્ટિ આપી છે કે પૂરગ્રસ્‍ત વિસ્‍તારોમાંથી લોકોને મોટા પાયે સુરક્ષિત સ્‍થળોએ ખસેડવામાં આવ્‍યા છે. છેલ્‍લા બે અઠવાડિયાથી આ વિસ્‍તારમાં સતત વરસાદને કારણે સર્જાયેલી પરિસ્‍થિતિને કારણે પાકિસ્‍તાનમાં અત્‍યાર સુધીમાં ૮૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. પાકિસ્‍તાની અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, સતલજ, રાવી અને ચિનાબ નદીની આસપાસના નીચાણવાળા વિસ્‍તારોમાંથી લોકોને બહાર કાઢવાનું કામ સતત ચાલુ છે. પાકિસ્‍તાની સેના પણ આ કાર્યમાં મદદ કરી રહી છે. વિસ્‍થાપિત લોકો માટે રાહત શિબિરો સ્‍થાપિત કરવામાં આવ્‍યા છે.

ભારતીય અધિકારીઓએ જણાવ્‍યું હતું કે ભારતમાં સતત ભારે વરસાદને ધ્‍યાનમાં રાખીને માનવતાવાદી ધોરણે ઇસ્‍લામાબાદને ચેતવણી આપવામાં આવી હતી. જમ્‍મુ અને કાશ્‍મીરમાં મોટાભાગની નદીઓ પહેલાથી જ છલકાઈ રહી છે, જેના કારણે રસ્‍તાઓ, પુલો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પાકિસ્‍તાનને ભારત તરફથી ચેતવણી મળ્‍યા બાદ સ્‍થળાંતર કાર્ય શરૂ કરવામાં આવ્‍યું હતું. પાકિસ્‍તાની NDMA અનુસાર, ૧૪ ઓગસ્‍ટથી લગભગ ૩૫,૦૦૦ લોકો પોતાના દમ પર સુરક્ષિત સ્‍થળોએ ગયા હતા, બાકીના લોકોને પૂરની ચેતવણી મળ્‍યા બાદ બળજબરીથી સ્‍થળાંતર કરવામાં આવ્‍યા હતા.(૩૮.૮)

(10:16 AM IST)