<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

હવે ભારે વરસાદમાં પણ બાઈક ચલાવતા પલળશો નહીં!

યુવકે શોધી કાઢયો ગજબનો દેશી જુગાડઃગમે તેટલો વરસાદ આવશે તો પણ નહીં પલળો

નવી દિલ્‍હી,તા.૨૮: ઘણી વાર એવું બને છે કે રસ્‍તા પર જતી વખતે લોકો કંઈક એવું જુએ છે જે તેમનું ધ્‍યાન ખેંચે છે. આ પછી તેઓ ફટાફટ પોતાનો ફોન કાઢીને તેને રેકોર્ડ કરે છે અને પછી તેને સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરે છે.

વરસાદ પડે તો ટૂ વ્‍હીલર ચાલકોને ભીના થવાનો ડર સતાવતો હોય છે. કારણ કે ટુ વ્‍હીલર પર મોટાભાગે ઓફિસ કે ધંધાથી જોડાયેલા લોકો હોય છે. જો તે ઓફિસ કે દુકાનમાં જતા સમયે પલળી જાય તો આખો દિવસ ભીના રહેવું પડે છે. તેવામાં એક ભાઈએ ગજબનો દેશી જુગાડ શોધી કાઢ્‍યો છે. જેથી તમે રેઈનકોટ નહીં પહેરેલું હોય તો પણ પલળશો નહીં. તો ચાલો જાણીએ આ દેશી હેક્‍સ વિશે.

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે બે લોકો બાઇક પર ક્‍યાંક જઈ રહ્યા છે. હવે વરસાદની ઋતુમાં બાઇક પર જવાની સૌથી મોટી સમસ્‍યા વરસાદમાં ભીના થવાની છે. કોઈને ખબર નથી હોતી કે ક્‍યારે વરસાદ પડશે અને તેઓ ભીના થઈ જાય છે. તેવામાં સામાન્‍ય છત્રી પણ તેમને બચાવી શકતી નથી, તેથી તે વ્‍યક્‍તિએ બાઇક માટે બનાવેલી છત્રી મૂકી. તે વ્‍યક્‍તિએ બાઇક પર બાઇક છત્રી કેનોપી લગાવી, જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. જે વ્‍યક્‍તિએ વીડિયો બનાવ્‍યો છે તેને પણ તે અનોખો લાગ્‍યો તેથી તેણે વીડિયો બનાવ્‍યો. આ જ કારણ છે કે વીડિયો પણ વાયરલ થયો.

તમે હમણાં જ જોયેલો વીડિયો ઇન્‍સ્‍ટાગ્રામ પર ag_bareilly નામના એકાઉન્‍ટ પરથી પોસ્‍ટ કરવામાં આવ્‍યો છે. વીડિયો પર લખ્‍યું છે, 'બાઇક પર વરસાદથી બચવા માટે એક સારો જુગાડ.' સમાચાર લખાય ત્‍યાં સુધી ૨ લાખથી વધુ લોકોએ વીડિયોને લાઇક કર્યો છે. વીડિયો જોયા પછી એક યુઝરે લખ્‍યું - ભાઈ, વરસાદ હંમેશા સીધો નથી હોતો, તે ત્રાંસો પણ હોઈ શકે છે. બીજા યુઝરે લખ્‍યું - જો પાણી બાજુથી આવે તો શું? આમ, આ વીડિયો પર કોમેન્‍ટ્‍સનું ઘોડાપુર ઉમટી પડ્‍યું છે.(૪૦.૨૩)

(12:01 PM IST)