News of Thursday, 28th August 2025
લોન પહેલા જ iPhone 17 સિરીઝના કલર ઓપ્શન લીક
એપલની એન્યુઅલ ઇવેન્ટ ૯ સપ્ટેમ્બરે યોજાશે

નવી દિલ્હી, તા. ર૮ : એપલના iphone 17 ના લોન્ચ થવાની રાહ જોઈ રહેલા લોકો માટે ખુશખબર છે. Apple એ તેના આઈફોન સિરીઝ માટે તેના એન્યુઅલ ઈવેન્ટની તારીખ જાહેર કરી દીધી છે. Apple ની આ ઈવેન્ટ મંગળવાર ૯ સપ્ટેમ્બરના રોજ થશે. ઈવેન્ટમાં કંપની તેની નેક્સ્ટ સિરીઝ આઈફોન ૧૭ સાથે પહેલીવાર Air variant પણ લોન્ચ કરશે. આ વિશે Apple ટીમના CEO ટીમ કૂકે જાહેરાત કરી હતી.
એપલ ચેનલની વેબસાઇટ પર મંગળવારે સવારે ૯ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ વાગે એટલે કે ભારતીય સમય અનુસાર રાતના ૧૦:૩૦ વાગે યોજાશે.
ટિપસ્ટર સેટસુના ડિજિટલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આગામી iPhone સિરીઝના સંભવિત કલર ઓપ્શન વિશે માહિતી શેર કરી છે. સ્ટાન્ડર્ડ iPhone 17 વેરિઅન્ટ Black, White, Pewter Grey, Green, Purple અને Light Blue જેવા રંગોમાં ઉપલબ્ધ થશે. તે જ સમયે iPhone 17 Prં પાંચ રંગોમાં ઉપલબ્ધ થશે - Black, White, Grey, Dark Blue અને Orange.
જો કે ટિપસ્ટરે iPhone 17 Pro Max ના સંભવિત રંગો જાહેર કર્યા નથી પરંતુ એવું અનુમાન કરી શકાય છે કે તે Pro મોડેલ જેવા જ રંગોમાં ઓફર કરી શકાય છે. (૯.ર૩)
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
