હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૨૦૩૮ સુધીમાં અમેરિકાને પછાડી ભારત બીજી મહાસત્તા બનશે
ટ્રમ્પ ટેરિફની ‘એસી કી તૈસી' : ૨૦૩૦ સુધીમાં ૨૦.૭ ટ્રિલિયન ડોલર તથા ૨૦૩૮ સુધીમાં ૩૪.૨ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બની જશે ભારત : ઇવાઇ ઇકોનોમી વોચનો ભારતની છાતી ગજ-ગજ ફુલે તેવો અહેવાલ : ભારત માટે ચારેબાજુથી અનુકુળ માહોલ : મજબૂત સ્થાનિક માંગ અને નિકાસની વૈવિધ્યને કારણે ભારત અનેક પ્રકારોનો સફળતાપૂર્વક સામનો કરશે : વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ થશે

નવી દિલ્હી, તા.૨૮: ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૌથી મોટું સપનુ છે. જ્યારે હવે ભારત આ સપનાથી આગળ એક ડગલું ભરવા માટે તૈયાર છે. આવુ ચ્ળ્ ઈકોનોમી વોચ રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, ભારતની અર્થવ્યવસ્થા ૨૦૩૦ સુધીમાં ૨૦.૭ ટ્રિલિયન ડોલર અને ૨૦૩૮ સુધીમાં ૩૪.૨ ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. યુવા વસ્તી, ઉચ્ચ બચત દર અને સતત ચાલી રહેલા માળખાગત સુધારાઓ ભારતની આર્થિક વળદ્ધિના મુખ્ય પરિબળો છે. આ રિપોર્ટ દર્શાવે છે કે ભારત આગામી ૧૩ વર્ષમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ૪.૧૯ ટ્રિલિયન ડોલરના નોમિનલ જીડીપી સાથે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. IMFના અંદાજ મુજબ, ૨૦૨૮-૨૦૩૦ દરમિયાન ભારત ૬.૫% અને અમેરિકા ૨.૧%ના સરેરાશ વળદ્ધિ દર જાળવી રાખશે, તો ૨૦૩૮ સુધીમાં ભારત પરચેઝિંગ પાવર પેરિટી (PPP)ની દ્રષ્ટિએ અમેરિકાને પાછળ છોડી શકે છે. ૨૮.૮ વર્ષની સરેરાશ ઉંમર, ઉચ્ચ બચત અને રોકાણ દર તેમજ ૨૦૨૪માં ૮૧.૩%થી ઘટીને ૨૦૩૦ સુધીમાં ૭૫.૮% થનારું દેવું-જીડીપી રેશિયો ભારતની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે.
જીએસટી, ઈન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ (IBC), UPI-આધારિત નાણાકીય સમાવેશ અને પ્રોડક્શનપ્રલિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) જેવા સુધારાઓએ ભારતની સ્પર્ધાત્મકતા વધારી છે. આ સુધારાઓ ઉદ્યોગોને વધુ મજબૂત બનાવે છે અને નિકાસમાં વૈવિધ્યતા લાવે છે. ચ્ળ્ ઈન્ડિયાના ચીફ પોલિસી એડવાઈઝર ડી.કે. શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, ભારતની યુવા અને કુશળ કર્મચારી વર્ગ, મજબૂત બચત દર અને ટકાઉ દેવું પ્રોફાઈલ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ઉચ્ચ વળદ્ધિ જાળવી રાખશે.
ચીનની અર્થવ્યવસ્થા ૨૦૩૦ સુધીમાં PPPની દ્રષ્ટિએ ૪૨.૨ ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની આશા છે, પરંતુ વળદ્ધ વસ્તી અને વધતું દેવું તેના માટે પડકારો છે. અમેરિકાની અર્થવ્યવસ્થા મજબૂત છે, પરંતુ ૧૨૦%થી વધુનું દેવું-જીડીપી રેશિયો અને ધીમી વળદ્ધિ તેને અસર કરે છે. જર્મની અને જાપાન વળદ્ધ વસ્તી અને વૈશ્વિક વેપાર પર નિર્ભરતાને કારણે મર્યાદિત છે. ભારત ૨૦૨૮ સુધીમાં માર્કેટ એક્સચેન્જ રેટની દ્રષ્ટિએ જર્મનીને પાછળ છોડી ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.
અમેરિકાના સંભવિત ટેરિફ જેવા પડકારો, જે ભારતના જીડીપીના ૦.૯%ને અસર કરી શકે છે, તેની અસર માત્ર ૦.૧%ના વળદ્ધિ ઘટાડા સુધી સીમિત રહેવાની આશા છે. મજબૂત સ્થાનિક માંગ અને નિકાસની વૈવિધ્યતાને કારણે ભારત આવા પડકારોનો સફળતાપૂર્વક સામનો કરી શકે છે. ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત'ના લક્ષ્યને હાંસલ કરવા માટે ભારતની પ્રગતિ અને નવી ટેકનોલોજીમાં ક્ષમતા વધારવી નિર્ણાયક રહેશે.(૨૩.૩૧)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
