<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

સંભલમાં માત્ર ૧૫% હિન્‍દુ વસ્‍તી રહી ગઈ

મુખ્‍યમંત્રી યોગીને સોંપાયો રીપોર્ટઃ ચોંકાવનારા ખુલાસા : સંભલ હિંસા બાદ આ કમિશનની રચના કરવામાં આવી હતી, ૨૪ નવેમ્‍બર, ૨૦૨૪ ના રોજ આ વિસ્‍તારમાં હિંસા ફાટી નીકળી હતી, મસ્‍જિદમાં સર્વે દરમિયાન વિસ્‍તારમાં તણાવ સર્જાયો હતો

લખનૌ, તા.૨૮: ઉત્તર પ્રદેશના સંભલની વસ્‍તી ગણતરી અંગે એક ચોંકાવનારો અહેવાલ આવ્‍યો છે. આ મુજબ, સંભલમાં માત્ર ૧૫ ટકા હિન્‍દુઓ બાકી છે. બાકીના લોકો સ્‍થળાંતરિત થયા. સ્‍વતંત્રતા પછી, સંભલ નગર પાલિકામાં ૪૫્રુ હિન્‍દુઓ હતા. ત્‍યારથી અહીંની વસ્‍તી ગણતરી બદલાતી રહી. ત્રણ સભ્‍યોના ન્‍યાયિક તપાસ પંચના અહેવાલમાં આ વાત સામે આવી છે.

સંભલ હિંસા બાદ ન્‍યાયિક પંચની રચના કરવામાં આવી હતી. ૨૪ નવેમ્‍બર, ૨૦૨૪ ના રોજ આ વિસ્‍તારમાં હિંસા ફાટી નીકળી હતી. સંભલમાં મસ્‍જિદમાં સર્વે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ન્‍યાયિક પંચમાં અલ્‍હાબાદ હાઈકોર્ટના નિવળત્ત ન્‍યાયાધીશ દેવેન્‍દ્ર કુમાર અરોરા અને નિવળત્ત આઈએએસ અમિત મોહન, નિવળત્ત આઈપીએસ અરવિંદ કુમાર જૈનનો સમાવેશ થતો હતો. આજે ન્‍યાયિક પંચની ટીમે સીએમ યોગીને મળી અને ગુપ્ત તપાસ અહેવાલ રજૂ કર્યો.

રમખાણોમાં વિદેશી શષાો મળી આવ્‍યા હતા. રિપોર્ટમાં મેડ ઇન યુએસએ શષાો મળી આવ્‍યા હોવાની વાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, રિપોર્ટમાં લવ જેહાદ, રમખાણો અને સામાજિક પ્રવળત્તિઓ દ્વારા ધર્માંતરણનો પણ ઉલ્લેખ છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, સંભલ હંમેશા પઠાણ તુર્કો વચ્‍ચેના આંતરિક સંઘર્ષમાં સળગતું રહ્યું છે. ૧૯૪૭ થી, દરેક રમખાણોમાં ફક્‍ત હિન્‍દુઓ જ માર્યા જતા હતા. આ વખતે પણ હિન્‍દુઓને મારવાની યોજના હતી. રમખાણો માટે બહારથી ટોળાને બોલાવવામાં આવ્‍યા હતા. હિન્‍દુ વિસ્‍તારમાં પોલીસની હાજરીને કારણે હિન્‍દુઓ બચી ગયા હતા. જૂની દુશ્‍મનાવટને કારણે રમખાણો દરમિયાન તુર્ક પઠાણોએ એકબીજાને મારી નાખ્‍યા હતા.

૨૨ નવેમ્‍બરના રોજ નમાઝીઓને સંબોધતા સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્કે કહ્યું હતું કે, અમે પોલીસ વહીવટ કે સરકાર દ્વારા દબાવવાના નથી. અમે આ દેશના માલિક છીએ. નોકર ગુલામ નથી. તેમણે કહ્યું કે હું ખુલ્લેઆમ કહી રહ્યો છું કે, મસ્‍જિદ હતી, મસ્‍જિદ છે, ઇન્‍શા-અલ્લાહ મસ્‍જિદ કયામત સુધી રહેશે. જે રીતે અયોધ્‍યામાં અમારી મસ્‍જિદ છીનવી લેવામાં આવી, અમે અહીં તે થવા દઈશું નહીં.

અગાઉ, હિંસા અંગે બીજો અહેવાલ આવ્‍યો હતો. ૧૧૪ પાનાનો અહેવાલ એસોસિએશન ફોર પ્રોટેક્‍શન ઓફ સિવિલ રાઇટ્‍સ (એપીસીઆર) દ્વારા કારવાં-એ-મોહબ્‍બત સાથે મળીને બહાર પાડવામાં આવ્‍યો હતો. સંશોધક પ્રકળતિ, એડવોકેટ અહેમદ ઇબ્રાહિમ અને કાર્યકર્તા હર્ષ મંડર દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં બે મુખ્‍ય મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્‍યો હતો, જે સર્વેની પ્રક્રિયા અને તે પછી શું થયું તે અંગે હતા.

આ હિંસામાં ઓછામાં ઓછા ૫ લોકો માર્યા ગયા. ૧૫૨૬માં મસ્‍જિદ બનાવવા માટે મંદિર તોડી પાડવામાં આવ્‍યું હોવાનો દાવો કરતી અરજીમાં ૧૯ નવેમ્‍બરના રોજ સ્‍થાનિક કોર્ટે મસ્‍જિદના સર્વેનો આદેશ આપ્‍યો હતો. આ આદેશ ચંદૌસી સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) આદિત્‍ય સિંહની કોર્ટે આપ્‍યો હતો. પહેલો સર્વે ૧૯ નવેમ્‍બરે કરવામાં આવ્‍યો હતો. ૨૪ નવેમ્‍બરે બીજા સર્વે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.

(3:18 PM IST)