News of Thursday, 28th August 2025
મુકેશભાઈ રોજના ૧૬૩ કરોડ તો મિનિટે ૧૧ લાખ કમાય છે
ઈલોન મસ્કની કમાણી એક મિનિટમાં ૫.૭૨ લાખ ડોલર જેટલી છે

મુંબઈ, તા.૨૮: ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી લઈને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્ક કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે કયારેય કલ્પના કરી છે કરોડો-અબજો રૂપિયાના માલિક એવા આ બિઝનેસમેન એક મિનિટમાં કેટલી કમાણી કરી લે છે?
જ્યાં આપણે આઠ કલાક મહેનત કરીને મહિને ૪૦થી ૫૦ હજાર રૂપિયાની કમાણી કરી શકીએ છીએ, પણ જ્યાં તમે ૪૦થી ૫૦ હજાર રૂપિયા મહિનાની કમાણી કરો છો ત્યાં કેટલાક લોકો જે એક મિનિટમાં જ લાખો નહીં પણ કરોડો રૂપિયા કમાઈ લે છે. આવી સ્થિતિમાં મુકેશ અંબાણી અને ઈલોન મસ્ક એક મિનિટમાં કેટલા પૈસા કમાવે છે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે અને બિઝનેસ પેટ્રોલિયમ, ગેસ, ટેલિકોમ, રિટેલ, ડિજિટલ અને ૫જી જેવા સેક્ટર્સમાં ફેલાયેલા છે. એપ્રિલ, ૨૦૨૫ સુધી અંબાણીની કુલ સંપત્તિ ૧૧૦ અબજ ડોલર એટલે કે ૯ લાખ કરોડ રૂપિયા છે અને તેઓ ૧૨મા સૌથી અમીર વ્યક્તિ છે.
મુકેશ અંબાણીની એક દિવસની કમાણી ૧૬૩ કરોડ રૂપિયા જેટલી છે. મુકેશ અંબાણી એક મિનિટમાં ૧૧.૩ લાખ રૂપિયાની કમાણી કરી લે છે. કેટલાક રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર એક સમય હતો કે જ્યારે અંબાણી દરેક મિનિટ પર ૨.૩૫ લાખ કમાણી કરી રહ્યા હતા અને તે એ સમયની એક ભારતીયની સરેરાશ વાર્ષિક કમાણી કરતાં પણ વધારે હતી.
એલન મસ્ક અનેક કંપનીઓના માલિક છે અને તેમને ટેક્રોલોજી અને ઈલેક્ટ્રિક કારની દુનિયાના ક્રાંતિકારી માનવામાં આવે છે. ઓગસ્ટ, ૨૦૨૫ સુધી મસ્કની કુલ સંપત્તિ ૨૧૪ અબજ ડોલર એટલે કે આશરે ૧૭.૫ લાખ કરોડ રૂપિયા છે અને તેઓ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. આ રિપોર્ટમાં કરવામાં આવેલા અનુસાર ઈલોન મસ્ક એક મિનિટમાં ૫.૭૨ લાખ ડોલર જેટલી છે. એમાં પણ ખાસ કરીને અમેરિકામાં રાજકીય પલટો અને ટેક્રોલોજી સેક્ટરના ગ્રોથે તેમની સંપત્તિને નવી ઉંચાઈ પર પહોંચાડી દીધા છે.
હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૨૫ અનુસાર આ વર્ષે ભારતને ૧૩ નવા અબજોપતિ મળ્યા છે. હવે ભારતમાં કુલ ૨૮૪ અબજોપતિઓ છે અને એમાંથી ૧૭૫ અબજોપતિઓની સંપત્તિમાં વળદ્ધિ છે. જ્યારે ૧૦૯ લોકોની સંપત્તિ એટલી જ રહી છે કે પછી ઘટાડો જોવા મળ્યો છે.ચોંકી ઉઠ્યાને અંબાણી અને મસ્કની એક જ મિનિટની કમાણીનો આંકડો સાંભળીને? આ બંને અબજોપતિઓની એક મિનિટની કમાણી તો કદાચ આપણી જીવનભરની કમાણીનો આંકડો હોઈ શકે છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
