<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

અંદરનો આત્‍મા હજુ પણ ડોક્‍ટરનો છે : પદ્મભૂષણ ડો. તેજસભાઇ પટેલ

હૃદયને કેવી રીતે સાચવશો? જાણો ડો. તેજસભાઇ પટેલ પાસેથી આ એપેક્‍સ હાર્ટ ઇન્‍સ્‍ટિટ્‍યુટ કરવાનો કોઈ પ્‍લાન હતો જ નહી ૩૫ થી ૪૦ વર્ષ પછી શરીરના ઉપરના ભાગમાં કોઈ પણ એવા સિમ્‍ટમ્‍સ આવે કે જે વ્‍યક્‍તિએ પહેલા એ પ્રકારના સિમ્‍ટમ અનુભવ્‍યા ના હોય અને એ રીપ્રોડ્‍યુસેબલ થાય તો તમારા ડોક્‍ટરને બતાવીને એટલીસ્‍ટ ચેક કરાવી લેવું કે હૃદયની કોઈ તકલીફ છે કે નહી. ડો. તેજસભાઇ પટેલે સવા લાખ કરતા વધારે માણસોની પ્રોસીજર અને સર્જરી કરી છે. ૧૯૯૧ થી તેઓ આ ક્ષેત્રે કાર્યરત છે. એટલે એ વાતને પણ ૩૫ વર્ષ થશે. તેમના જીવનમાં ન ભૂલી શકાય તેવા પણ ઘણા કેસ તેઓએ હાથ ધરેલા છે. કર્મ કરોને ફળની આશા ના રાખો તો ફળ મળે જ નહીં. આશા ચોક્કસ રાખવાની પણ ફળની જીદ નહી કરવાની. ટેબલ પર કોઈ પણ વ્‍યક્‍તિ, હોય એ ગમે તેટલા વીઆઈપી હોય એ મારા માટે એ પેશન્‍ટ છે. કારણ જો હું એવું ના વિચારું તો તે મારા દર્દી પ્રત્‍યે સૌથી મોટો અન્‍યાય અને અનાદર થયો તેમ કહેવાય. અચાનક થતા મૃત્‍યુનું કારણ શોધવા મને એવું લાગે છે કે પોસ્‍ટમોર્ટમ જાગૃતિ માટેનું એક અભિયાન કરવા જેવું છે. જે વસ્‍તુ જીભને બહુ ગમે તે હૃદય માટે સારી નથી હોતી અને જે હૃદય માટે બહુ જ સારી વસ્‍તુઓ છે એ જીભને નથી ગમતી. હૃદયરોગોના વિવિધ પાસાઓ પર ચર્ચા, હાર્ટ એટેક, બાયપાસ સર્જરી, એન્‍જીોપ્‍લાસ્‍ટી, અને સડન ડેથ જેવી ગંભીર પરિસ્‍થિતિઓ ઉપરાંત માનસિક આરોગ્‍ય, જીવનશૈલીનું મહત્‍વ, તણાવ નિયંત્રણ, યોગ્‍ય આહાર, નિયમિત વ્‍યાયામ અને મેડિટેશનને પ્રાથમિકતા, મેડિકલ ટુરિઝમ જેવી ચર્ચાઓ ડોક્‍ટર સાહેબે કરી છે.

કવિની ખૂબ બધી કવિતાઓ તમે વાંચી લો અને તમને ખૂબ બધું મોટીવેશન પણ મળી જાય. તમે ત્રણ કલાકનું કોઈ સેમિનાર અટેન્‍ડ કરી લો અને તમે સતત એ પ્રકારના સંવાદો સતત સાંભળો અને તોય તમે જ્‍યારે કોઈ એક વ્‍યક્‍તિનું જીવન જુઓ અને પછી એમાંથી જે પ્રેરણા મળે છે એ બંનેની સરખામણી શક્‍ય નથી હોતી. જીવન એટલું બધું શીખવી જાય છે. એક એવી વ્‍યક્‍તિ જેનું જીવન એ જીવતી વાર્તા જેવું છે. આ કહાની છે એ માત્ર કોઈ ડોક્‍ટરની વાત નથી, ડોક્‍ટરે મેળવેલી સિદ્ધિની વાત નથી, એમને મળેલા પદ્મભૂષણ, પદ્મશ્રી કે પછી ડોક્‍ટર બીસીરોય એવોર્ડની વાત નથી. આ વાત છે ખૂબ નાની શરૂઆતથી એવા અદભુત મુકામ પર પહોંચવાની. જમાવટ પોડકાસ્‍ટમાં દેવાંશી જોશીએ દેશના પ્રખ્‍યાત કાર્ડિયોલોજીસ્‍ટ પદ્મભૂષણ ડોક્‍ટર તેજસભાઇ પટેલ સાથે એક યાદગાર મુલાકાત કરી હતી. જે અકિલાના વાંચકો માટે અહિં પ્રસ્‍તુત છે.

આજથી ૩૫એક વર્ષ પહેલા તમે જ્‍યારે બીજે મેડિકલમાં એડમિશન લીધું હશે. ૧૨માં ધોરણમાં ટોપ કર્યું હશે કે દસમામાં ટોપ કર્યું ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો એ સમયમાં ક્‍યારેય એવું વિચાર્યું હતું કે અમદાવાદના એસજી હાઈવે પર એપેક્‍સ હોસ્‍પિટલમાં બેઠા હશો અને દુનિયાભરના માણસો  પહેલી શ્રદ્ધા હાર્ટમાં તમારા પર રાખતા હશે? ડો. તેજસભાઇ પટેલે જણાવ્‍યું કે, મેં ૧૯૮૦ માં ફર્સ્‍ટ ટાઈમ એમબીબીએસ બીજે મેડિકલમાં જોઈન કરલે એ વાતને ૪૫ વર્ષ થયા. એક નક્કી હતું કે મારે પ્રોફેશનલ બનવું છે પણ જે કરીશ એ એવી રીતે કરીશ કે જેથી નોર્મલ જે આખો ફલો છે એમાં તમે જુદા દેખાવ. પણ અંદરનો આત્‍મા હજુ પણ ડોક્‍ટરનો છે. આ એપેક્‍સ હાર્ટ ઇન્‍સ્‍ટિટ્‍યુટ જે ૨૦૧૨ ના ઓગસ્‍ટની ૧૫મી એ ચાલુ કર્યું હવે તો ૧૩ વર્ષ પૂરા થશે આ ૧૫ ઓગસ્‍ટે, એ કરવાનો કોઈ પ્‍લાન હતો જ નહી. કારણ કે એમાં મારે એડમિનિસ્‍ટ્રેશન પણ કરવું પડે, બધું સ્‍ટાફિંગ કરવું પડે. અત્‍યારે ૩૦૦ નો સ્‍ટાફ છે. ટોટલ બધી એજન્‍સી થઈને એ બધાનું ધ્‍યાન અને મારું ક્‍લિનિકલ વર્ક રોજના ૪૦ થી ૫૦ પેશન્‍ટ જોવાના અને એ પછી ૨૦ થી ૨૫ પ્રોસીજર સવાર-સાંજના રાઉન્‍ડ એટલે બધું અશક્‍ય થઈ જાય. આ નહોતું કર્યું એ પહેલા પણ હું મારો ઘણો બધો સમય રિસર્ચ અને ડેવલપમેન્‍ટના ફિલ્‍ડમાં નવી નવી શોધ, નવી ટેકનોલોજી એ બધામાં અને જે કઈ છે બીજાને શીખવાડવામાં પ્રોક્‍ટરશીપમાં આપતો. હું દુનિયાના જુદા જુદા ૩૨ દેશોમાં ગયેલો છું. એ રીતે વધારે સમય કદાચ આ બધામાં જતો હતો એટલે મારી પાસે હોસ્‍પિટલ ચલાવવાનો કોઈ પ્‍લાન હતોજ નહીં. પણ એક સ્‍ટેજ એવું આવ્‍યું કે હવે મારે મારું પોતાનું કરવું પડશે જે થવું હોય એ થાય. એટલે મને એમ થયું કે આપણે એક નાનું સેટઅપ એવું બનાવીએ કે જેમાં આ બધી તકલીફો ઉપર આપણો કંટ્રોલ હોય અને આપણે કશું કરી શકીએ એ ગણતરીએ એપેક્‍સ હોસ્‍પીટલ બનાવી.

 તમે પહેલીવાર ડોક્‍ટર બનવાનું સપનું ક્‍યારે જોયું? ડો.તેજસભાઇએ જણાવ્‍યું કે, એ તો નાનપણથી નક્કી જ હતું. કારણ કે મારા ફાધર એમડી મેડિસિન ફિઝિશ્‍યન હતા. એટલે એ પહેલેથી આખું મારું પ્રોગ્રામિંગ એ રીતે થયેલું હતું કે આપણે ડોક્‍ટર જ થવાનું છે. એમડી મેડિસિન કરવાનું છે. એ વખતે અહીયા કાર્ડિયોલોજી ડીએમ કાર્ડિયોલોજી શું એ કોઈને ખબર નહોતી. એ વખતે એવું નક્કી હતું કે આવી એક ડિગ્રી ઇન્‍ડિયામાં અમુક સેન્‍ટરમાં છે. આપણે આ ડિગ્રી લેવાની છે ને આપણે આ જ પ્રેક્‍ટિસ કરવાની છે.

આપે ખૂબ નાની ઉંમરમાં મમ્‍મીને ખોયા છે? ડોકટર સાહેબે કહ્યું, જીહા.. પાંચ વર્ષની ઉંમરે મે મમ્‍મીને ગુમાવ્‍યા. પપ્‍પાએ મારા એજ્‍યુકેશનની જવાબદારી લીધી હતી અને હું મોસાળમાં મોટો થયો. હું ને મારી બહેન બંને જણા. એટલે નાના નાની અને મામાઓ સાથે અમદાવાદમાં જ મોટા થયા. એના પછી બીજે મેડિકલમાં ગયા. મારી લાઈફ બે કેમ્‍પસમાં વચ્‍ચે ગઈ કારણ કે ફર્સ્‍ટ સ્‍ટાન્‍ડર્ડથી ૧૨ ધોરણ એજી હાઈસ્‍કૂલ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ એ કેમ્‍પસમાં ગઈ અને બાકી બીજે મેડિકલ કેમ્‍પસમાં એમબીબીએસ, એમડી, ડીએમ કાર્ડિયોલોજી અને ત્‍યારબાદ એસિસ્‍ટન્‍ટ પ્રોફેસર ૮૦ થી ૯૭ સુધી બી.જે. મેડિકલમાં રહ્યા.

દેવાંશી જોશીએ પૂછ્‍યુ કે, અત્‍યારે વર્તમાનમાં ડોક્‍ટર જેસનના કેસની ખૂબ વાત થઈ. તેઓ યુએસમાં પ્રેક્‍ટિસ કરતા એક સર્જન એ ત્‍યાં ડોક્‍ટર છે એ ધારે એ દેશમાં જઈ શકે છે. ધારે તે હોસ્‍પિટલમાં જઈ શકે છે પણ એ પસંદ કરે છે એપેક્‍સમાં આવવાનું. પેશન્‍ટ પણ હોસ્‍પિટલની ક્‍લીનલીનેસના વખાણ કરે છે. આ આખું જે ટ્રાન્‍ઝિશન છે મેડિકલ ટુરિઝમના દ્રષ્ટિકોણથી એ કઇ રીતે આવ્‍યું? ડો.પટેલ સાહેબે જણાવ્‍યું, એ માણસ બહુ ઓબસેસીવ કમ્‍પલસિવ પર્સનાલિટી છે. દરેક વસ્‍તુમાં એને રિસર્ચ કરવા જોઈએ અને એ ૫૫ વર્ષના વ્‍યક્‍તિ છે એટલે સીનિયર કન્‍સલ્‍ટન્‍ટ ઇન ધ સિસ્‍ટમ પેન્‍સિલવેનિયામાં. એમને હાર્ટનો પ્રોબ્‍લેમ થયો. સ્‍ટેન્‍ટિંગ કરાવડાવ્‍યું'તું બીજી વખત. તે પછી અમુક વર્ષો પછી એવી પરિસ્‍થિતિ આવી કે બાયપાસ કરવું પડે એવું હતું અને બધી જ નળીઓ એવી ચોકઅપ થયેલી હતી અને એમનો જે કાર્ડિયોલોજીસ્‍ટ હતો એ પણ અમેરિકામાં બહુ પ્રખ્‍યાત અને દુનિયામાં પ્રખ્‍યાત છે જે મારો ફ્રેન્‍ડ છે ડોક્‍ટર સમીર પંચોલી પેન્‍સલવેનિયામાં. એમણે એન્‍જીયોગ્રાફી કરીને જેસનને કહ્યું કે તમારે બાયપાસની જરૂર છે અને આમાં આર્ટરી ખોલી અને બધો કચરો કાઢી એનો એથરોસ્‍કેલેરોટિક મટીરિયલને પછી ગ્રાફિટંગ એટલે એન્‍ડટ્રેક્‍ટોમી જે ટેકનિકલી બહુ ચેલેન્‍જિંગ છે અને હેન્‍ડફૂલ ઓફ સર્જન્‍સ ઇન ધ વર્લ્‍ડ કેન પરફોર્મવિથ પ્રોપર એકમ્‍પ્‍લિશમેન્‍ટ. એટલે બેસ્‍ટ જગ્‍યાએ જવું હોય તો તમે અહીંયા જાવ અને ડોક્‍ટર ભટ્ટાચાર્ય એપેક્‍સમાં આવે અને ડો.તેજસ પટેલની કાળજીમાં તમે રહો અને પોસ્‍ટ ઓફ કેર ડો. તેજસભાઇ અને તેમની ટીમ કરે. એટલે શરૂઆતમાં તો જેસન રાજી ન થયા. એની વાઈફ ભારતમાં સર્જરી કરાવવાની વિરૂધ્‍ધ હતી. કારણ અમેરિકા જેવા સ્‍ટાન્‍ડર્ડ અહિં ન જળવાય. અંતે એ વ્‍યકિતએ ભારતની એપેક્‍સ હોસ્‍પીટલમાં આવવાનો નિર્ણય કર્યો. ડો ભટ્ટાચાર્યએ સર્જરી સરસ રીતે કરી મોટા મોટા એન્‍ડ્રેટોમાઈ સેગમેન્‍ટ કાઢી ગ્રાફિટંગ કર્યું. આ બધું રેકોર્ડિંગ કરેલું એને આપી દીધું. ડો. જેસને સ્‍વિકાર્યું કે, બીજી કોઈ પણ જગ્‍યાએ ગયો હોત તો મારી લાઈફ ઓછી થઈ ગઈ હોત. હવે હું મારા છોકરાઓ મોટા થઈને સેટલ થાય એ જોઈ શકીશ. આગલા ૨૦ થી ૨૫ વર્ષ મને મળશે. એનાથી મોટું બીજું શું સેટિસ્‍ફેક્‍શન હોય શકે? એ દરમિયાન મને સ્‍ટ્રેસ બહુ જ રહ્યો. કારણ કે કઈ પણ ગડબડ થઇ તો બધુ મારા પર જ આવત.

 મેડિકલ ટુરિઝમનો મારો કોન્‍સેપ્‍ટ આખો જુદો છે. ડોક્‍ટર સાહેબ કહે છે, આપણે લોકો એમ કહીએ છીએ કે ભાઈ આ મેડિકલ ટુરિઝમ આપણે તે કરો અને વી હેવ ટુ વર્ક. બધી જ હોસ્‍પિટલ કહે અમારે ત્‍યાં મેડિકલ ટુરિઝમ સરસ છે. હવે જે પેશન્‍ટ આવે છે એ મોટા ભાગના ગુજરાતના હોય તો ગુજરાતી ડાયાસ્‍પોરાના, કા તો અમેરિકાના, યુકેના, મિડલ ઈસ્‍ટના, ઈસ્‍ટ આફ્રિકાના, કેન્‍યા ટાન્‍ઝાનિયા, યુગાંડા થી આ બધા કન્‍ટ્રીના પેશન્‍ટ આવે છે. ક્‍યાં તો સેન્‍ટ્રલ આફ્રિકાના જે બિલકુલ ગરીબ માણસો એવા આવે છે. એટલે એ બધા કેમ આવે છે કે ઇન્‍સ્‍યોરન્‍સ હોતો નથી અને નાના બજેટમાં સારું કામ કરાવવું હોય છે એટલે આવે છે. હું પહેલેથી એવું માનું છું કે ખરું મેડિકલ ટુરિઝમ ત્‍યારે કહેવાય કે દુનિયામાં માણસ ગમે તે જગ્‍યાએ એફર્ટ કરી શકતો હોય પણ અહીંયા આ પર્ટીક્‍યુલર જગ્‍યા માટે હું આ કામ માટે આવ્‍યો છું એમ કહીને આવીને ઊભો રહે એવી જગ્‍યા હોય, આ ડ્રીમ મેં જોયેલું છે. એનો અર્થ એ કે તમે તમારી જગ્‍યાને સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ તરીકે ઇન્‍ટરનેશનલી પ્રુવ કરી ચૂક્‍યા છો. અમારે ત્‍યાં ઘણા આવે છે ઈવન પરદેશનાય ઘણા લોકો આવે છે અને બધા સમૃધ્‍ધ વર્ગનાય ઘણા આવે છે કે ભાઈ અમારે અહીં કરાવવું છે. પણ ડો. જેસનના કેસમાં બહુ યુનિક સિચ્‍યુએશન હતી. તેઓ પોતે સર્જન હતા. તેઓ નોન મેડિકલ નહોતા. એને બહુ જ ડિટેલ ખબર હતી. ડોક્‍ટર પોતે છે ને પાછા પેશન્‍ટ તરીકે ગભરું પેશન્‍ટ હોય કારણ કે એમને કોમ્‍પ્‍લિકેશન બહુ ખબર હોય એટલા માટે.

 બહારના માણસો ભારતના ડોક્‍ટરો પર ભરોસો કરે પણ એવા બહુ જ અપવાદરૂપ એવા કિસ્‍સાઓ છે. એના સિવાય જે સામાન્‍ય માણસ છે એને હવે ધીરે ધીરે ડોક્‍ટર પર ટ્રસ્‍ટ નથી આવતો. એ હમેશા એવું કહે છે કે ભઈ મારે સેકન્‍ડ ઓપિનિયન લેવો જોઈએ. પ્રશ્નના જવાબમાં ડો.પટેલ સાહેબે કહ્યું, ૧૦૦ માંથી ચાર કે પાંચ જ એવા કેસ હોય છે કે જેમાં ખરેખર એવી ઇમર્જન્‍સી હોય છે કે જલદી કરવી લો. બાકી તો તમને સમય હોય જ છે. તો દર્દીને અને એના સગાઓને એ હક્ક હોવો જ જોઈએ કે એ ત્રણ જગ્‍યાએ પૂછે. એટલા માટે તે એવું કરશે તો એ લોકો પણ ખાસું રિસર્ચ કરશે. એમના બીજા સગાઓએ કરાવ્‍યું છે એને પૂછશે અને એમને ખ્‍યાલ આવે કે કઈ જગ્‍યાના રિઝલ્‍ટ કેવા છે અને કઈ પ્રોસીજર માટે કઈ જગ્‍યાએ કયા ડોક્‍ટર જોડે જવાય. આપણા ત્‍યાં અનફોર્ચ્‍યુનેટલી પેશન્‍ટને કે સગાને એટલું બધુ પ્રેશર અપાય છે કે, તરત કરી નાખો નહિતર શું થશે એ મારી જવાબદારી નહી. એવું ના કરવું જોઈએ. આઈ એમ વેરી સોરી ટુ સે પણ એવું ના થવું જોઈએ અને એના કારણે ડોક્‍ટર ફ્રેટરનિટી એઝ અહોલ ઇઝ અર્નિંગ બેડ.

તમારી પાસે જે પણ પેશન્‍ટ આવે તો ખૂબ બધા લોકો કોઈને કોઈ ફરિયાદ લઈને આવતા હોય કા તો ઈમર્જન્‍સીમાં આવતા હોય. કેવી રીતે ખબર પડે કે આને ઓપરેશનની જરૂર છે અથવા આ બચી શકે છે? ડોક્‍ટર સાહેબ કહે છે, એ આખા સ્‍ટાન્‍ડર્ડ પ્રોટોકોલ હોય છે. તમારે કોઈ પણ ફિલ્‍ડમાં આખા ડાયગ્નોસીસના પ્રોટોકોલ હોય છે. પેશન્‍ટની હિસ્‍ટરી, એનું ફિઝિકલ એક્‍ઝામિનેશન, એ જોઈ અમુક ટેસ્‍ટ ઓર્ડર, ટેસ્‍ટના રિપોર્ટ પછી કોને પ્રોસીજર કરવી, કોને દવા ઉપર રાખવા એ ખબર પડે અને પ્રોસીજર ધારો કે એન્‍જીયોગ્રાફી કરી પછી એવું જરૂરી નથી કે બધાની એન્‍જીયોપ્‍લાસ્‍ટી કરી નાખો કે બધાની બાયપાસ કરી નાખો. ઓલમોસ્‍ટ વન થર્ડ કેસ એવા હોય છે કે કાં તો બ્‍લોક ના હોય કાં તો બ્‍લોક હોય પણ એ દવાથી ચાલે આરામથી અને કશાની જરૂર ના હોય એવા હોય છે. બીજા અમુક બ્‍લોક ૧૫ થી ૨૦્રુ એવા  હોય કે જેમાં બાયપાસ સર્જરીને એન્‍જીયોપ્‍લાસ્‍ટી બંને માટે આઈડિયલ હોય અને અમુક એવા પેશન્‍ટ હોય કે જેમાં બાયપાસ જ કરવું પડે. અમુક પેશન્‍ટના બ્‍લોકેજીસ એવા હોય કે જેમાં એન્‍જીયોપ્‍લાસ્‍ટી આઈડિયલ ઓપ્‍શન છે. એટલે ઘણી વખત ચાર ડોક્‍ટરના અલગ અલગ ઓપિનિયન આવે. બધા પોત પોતાની રીતે સાચા હોઈ શકે. આ ફિલ્‍ડમાં વન પ્‍લસ ટુ એવું નથી હોતું. આ ગણિત નથી. આમાં તમારી પાસે અલગ અલગ ફેક્‍ટ છે એ ફેક્‍ટને તમે ભેગા કરી અને તમારી બુદ્ધિ શક્‍તિ અને તમારા નોલેજ, તમારા અનુભવ પ્રમાણે તમે એને કઈ રીતે ઇન્‍ટરપ્રેટ કરો છો અને કઈ રીતે એ તમારું ડિસીઝન પેશન્‍ટ પર ઇમ્‍પ્‍લીમેન્‍ટ કરવું એ આખી આર્ટ છે. આ માત્ર સાયન્‍સ નથી, સાયન્‍સ અને આર્ટ બંને છે.

 એક સામાન્‍ય માણસ તરીકે એવું શું રૂટીન રાખવું અથવા શું જમવું કે શું કરવું આખા દિવસમાં જેથી કોઈ પણ હોસ્‍પિટલમાં હાર્ટ માટે ના જવું પડે.? ડો. પટેલ સાહેબ કહે છે, મધ્‍યમ માર્ગે રહેવું જોઈએ. કોઈ સાધુની જેમ જીવવાની પણ જરૂર નથી. યુ એન્‍જોય યોર લાઈફ, યુ એન્‍જોય યોર ફૂડ, યુ એન્‍જોય યોર સરાઉન્‍ડિંગ, યુ એન્‍જોય યોર વર્ક, પણ આ બધું માપમાં કરવાનું. તમે ભજીયાની પ્‍લેટ જોઈ તો બધા ભજીયા નહીં ખાવના આમાંથી બે ખાવ તમારો ટેસ્‍ટ પૂરતા. તમે મીઠાઈની આખી પ્‍લેટ મૂકી છે તો તમે એક નાનકડો કટકો લો. આ બધું કરવા પછી પણ જો નિયમિત એક્‍સરસાઈઝ અને લાઈફસ્‍ટાઇલ મેનેજમેન્‍ટ અને ખાસ તો ફિઝિકલ હેલ્‍થ અને મેન્‍ટલ હેલ્‍થ. મેન્‍ટલ હેલ્‍થનું પણ એટલું જ ધ્‍યાન આપવું જોઈએ કારણ કે જો તમારી મેન્‍ટલ હેલ્‍થ સારી ના હોય તમે જો સ્‍ટ્રેસમાં રહેતા હો, તમે ટેન્‍શનમાં રહેતા હો, તમારો સ્‍વભાવ એકદમ ગુસ્‍સાવાળો હોય તો આ બધામાં બોડીમાં જે સર્ક્‍યુલેશનમાં બેડ હોર્મોન્‍સ જે કેમિકલ્‍સ વધે છે એટલે એના કારણે તમારું ઇન્‍ફલેમેટરી પ્રોસેસ અંદર વધે ને એમાં નુકસાન થઈ શકે છે.

રિકવર થવામાં પણ મન, વિલ પાવર આ બધું ભાગ ભજવે છે? બીલકુલ, પહેલેથી જો તમે નેગેટિવ મેન્‍ટાલિટી રાખો તો આવા પેશન્‍ટોમાં આઉટકમમાં પ્રોબ્‍લેમ થાય. એક તો પહેલામાં પહેલા તમને તમારી જાત ઉપર કોન્‍ફિડન્‍સ હોવો જોઈએ. તમે કોઈ પણ પ્રોસીજર માટે જાઓ છો કે કશા માટે જાઓ ત્‍યારે અને બીજો કોન્‍ફિડન્‍સ તમારા ડોક્‍ટર ઉપર હોવો જોઈએ. તમે ડોક્‍ટરને શોધતા પહેલા ગમે તેટલું હોમવર્ક કરવું હોય એટલું કરો પણ એક વખત નક્કી કરો કે મારો આ ડોક્‍ટર પછી ત્‍યાં માથું મૂકી દેવાનું. પછી એના ઉપર શંકા આશંકા કુશંકા કરવાની જરૂર નથી. ડોક્‍ટર પણ માણસ છે જે કઈ ભગવાન નથી. એટલે હેતુ સારો હોય પણ કોઇ વખત કોમ્‍પ્‍લિકેશન થાય એવું થઈ શકે. અમે લોકો સમજાવતા હોઈએ છીએ. જોકે આવું થવાના ચાન્‍સીસ ઓછા રહે છે. બીજું કે કદાચ કોમ્‍પ્‍લિકેશન થાય તો અનુભવનો ઉપયોગ કરી અને એમાંથી બહાર નીકળવાની આવડત જેટલો અનુભવી ડોક્‍ટર હોય એનામાં વધારે હોય.

ખૂબ બધા માણસો તમને ભગવાન તુલ્‍ય અથવા ભગવાન એવું કહેતા હોય છે અને તમે જ્‍યારે આ સાંભળો ત્‍યારે શું તમને લાગે છે? ડો. તેજસભાઇ કહે છે, બિલકુલ એનાથી હું વિચલિત થતો જ નથી. જે દિવસે જમીન પરથી પગ ઊંચા થયા એ દિવસે પડતી નક્કી એ મને ખબર છે. એટલે જ્‍યારે બહુ જ સારું થતું હોય ત્‍યારે હું બહુ ખુશ નથી થતો અને જ્‍યારે ઘણી વખતે લીન પેચમાંથી પસાર થતો હોવ અને કઈકના કંઈક ડખા ચાલતા હોય ત્‍યારે હું બહુ બોલ્‍ડલી અને બહુ ટેકફુલી એને ફેસ કરું છું. એટલે એ જેને કહેવાય ને એકદમ ૧૦૦્રુ સ્‍થિત પ્રજ્ઞતા નહી પણ એક લેવલની સ્‍થિત પ્રજ્ઞતા તો ચોક્કસ મેં ડેવલપ કરી છે.

મેડિટેશન પર ખાસું કહો છો એનું કેટલું મહત્‍વ છે? છેલ્‍લા થોડા વર્ષથી હું બહુ પ્રોપર વ્‍યક્‍તિ પાસે શીખ્‍યો છું અને કરું છું. હજુય સવારના બહુ જ બ્રહ્મમુહરતમાં વહેલા ઉઠીને કરું છું અને પછી રાત્રે ઘણી વખત કરું છું અને વચ્‍ચે સમય મળે તો પણ મેડિટેશન કરૂં છુ. પહેલા હું આ વસ્‍તુમાં માનતો નહોતો પણ મને એવું લાગે છે કે બ્રેન હેલ્‍થ માટેના જે ઈમ્‍પોર્ટન્‍ટ કેમિકલ્‍સ જે છે ડોપામીન, ઓક્‍સીટોસીન, સિરટોનીન, એન્‍ડોરફીન આ બધાનું પ્રોપર લેવલ પ્રોપર બેલેન્‍સિંગ લાંબા સમય સુધી રાખવું હોય તો રેગ્‍યુલર એક્‍સરસાઈઝ ને આ બધા સાથે મેડિટેશન કરવાથી તમારું લેવલ બહુ લાંબા સમય સુધી મેન્‍ટેન રહે છે.

પ્રમુખસ્‍વામી મહારાજનું જ્‍યારે તમે ઓપરેશન કર્યું તો એ સ્‍થિતિમાં તમે પેશન્‍ટને સમાન રીતે કઈ રીતે જોઈ શકો? પદ્મભૂષણ ડો. તેજસભાઇ પટેલે જણાવ્‍યું, બિલકુલ એ વખતે મે મારા માઇન્‍ડને એવી રીતે ટ્રેન્‍ડ કરેલું છે કે ટેબલ પર કોઈ પણ વ્‍યક્‍તિ, હોય એ ગમે તેટલા વીઆઈપી હોય એ મારા માટે એ પેશન્‍ટ છે. કારણ કે એ મારા ફાધર હોય કે પ્રમુખ સ્‍વામી મહારાજ હોય કે કોઈપણ વ્‍યક્‍તિ હોય એ મારા માટે માત્ર  દર્દી છે. કારણ જો હું એવું ના વિચારું ને તો તે મારા દર્દી પ્રત્‍યે સૌથી મોટો અન્‍યાય અને અનાદર થયો તેમ કહેવાય. અસંખ્‍ય દાખલા છે કે વીઆઈપી સિન્‍ડ્રોમ જે આપણે કહીએ છીએ કે વીઆઈપી તરીકે ટ્રીટમેન્‍ટ લેવા આયા અને મુશ્‍કેલી થઈ અને ગરબડો થઈ. એટલે કોઈ દિવસ વીઆઈપી બનવું નહી અને તમારે ડોક્‍ટર તરીકે કોઈ દરદીને વીઆઈપી દર્દી છે એવી રીતે જોવા નહીં એવું હું બહુ દ્રઢપણે માનું છું.

વેક્‍સિનનો આમાં કોઈ રોલ ખરો? ડોકટર સાહેબે કહ્યું, વેક્‍સિન માટે એક વસ્‍તુ કહું કે આ એક બહુ ખોટી માન્‍યતા પ્રવર્તે છે કે વેક્‍સિનને લઈને લોકોના મૃત્‍યુ થાય પણ વેક્‍સિન આ દેશની ગવર્મેન્‍ટને અને આપણા પ્રાઈમ મિનિસ્‍ટર સાહેબને એને એના માટે જેટલા ધન્‍યવાદ આપવા પડે એટલા ઘટે. કારણ કે બે ડોઝ કમ્‍પલસરી ૭૭ કરોડ લોકોએ લઈ લીધા છે અને આપણે જે જીવતા રહ્યા છીએ ને એમાં વેક્‍સિનનો ફાળો મોટો છે. કોઈ પણ વસ્‍તુની અસર હોય તો કદાચ થોડી આડ અસર હોય.

વધુમાં અત્‍યારે બહારનું ખાવાની બહુ ટેવ હોય, જંક ફૂડ ખાવાની ટેવ હોય આ બધી વસ્‍તુઓ બહુ ખરાબ છે. સિમ્‍પલ કાર્બોહાઇડ્રેટ અને ટ્રાન્‍સફેટ આ બે તત્‍વો એવા છે કે જે તમારી નળીઓને કોરી નાખે જે આખી આર્ટરીઝને બધી ખરાબ કરી નાખે હૃદયને ખરાબ કરી નાખે અને આ જ બધી વસ્‍તુઓ એવી છે કે તમારી જીભને બહુ પસંદ હોય છે. એટલે હું મારા દર્દીઓને કાયમ કહું છું કે કયો ખોરાક લેવો તો જે વસ્‍તુ જીભને બહુ ગમે ને એ બાય એન્‍ડ લાર્જ હૃદય માટે સારી નથી હોતી અને જે હૃદય માટે બહુ જ સારી વસ્‍તુઓ છે એ જીભને ના ગમે. તમે શું જમો છો? હું બહુ સિમ્‍પલ જમુ છુ. મારી પોતાની ગૌશાળા છે એટલે હું તો એટું જે ટોપ લેવલની ગીર ગાયનું દૂધ પીવું છે. અને જમવાનું સિમ્‍પલ હેબીટ સાદું ગુજરાતી અને બધું બહુ સિમ્‍પલ છે.

જો સામાન્‍ય લોકોને એટલી જાણકારી મળે કે એણે ડોક્‍ટરનું કન્‍સલ્‍ટેશન ક્‍યારે કરવું અને શું થાય તો એને એવું નક્કી કરવું જોઈએ કે મારે મારા હૃદયને બતાવવાની જરૂર છે.? આ ૩૫ થી ૪૦ વર્ષ પછી શરીરના ઉપરના ભાગમાં એટલે હાર્ટ વાળો ભાગ પણ આવ્‍યો, જમણી બાજુનો ભાગ, બંને હાથ જડબુ આ બધું આવી ગયું. કોઈ પણ એવા સિમ્‍ટમ્‍સ આવે કે જે વ્‍યક્‍તિએ પહેલા એ પ્રકારના સિમ્‍ટમ અનુભવ્‍યા ના હોય અને એ રીપ્રોડ્‍યુસેબલ થાય તો તમારા ડોક્‍ટરને બતાવીને એટલીસ્‍ટ ચેક કરાવી લેવું કે હૃદયની કોઈ તકલીફ છે કે નહી.

 

અચાનક થતા મૃત્‍યુનું કારણ શોધવા પોસ્‍ટમોર્ટમ

જાગૃતિ માટેનું એક અભિયાન કરવા જેવું છે

હાલ કાર્ડિયાકસ બહુ જ વધારે ચર્ચામાં છે. ચિંતાનો વિષય એ છે કે કોઈ નાની પાંચ વર્ષની છોકરી જઈ રહી છે અને અચાનક ઢળી પડે છે. ક્રિકેટ રમતા છોકરાઓ બહુ જ મરી રહ્યા છે. એક્‍ટ્રેસ એક્‍ટ્રેસીસ છે એમની બહુ જ ચર્ચાઓ થઈ રહી છે. આ બધું અચાનક ખૂબ વધી ગયું છે કે અચાનક ચર્ચા બહુ થઈ રહી છે? ડો. તેજસભાઇ પટેલે જણાવ્‍યું કે, આ બધી વસ્‍તુઓ પહેલા પણ આ બધા પ્રોબ્‍લેમ્‍સ હતા પણ મને લાગે છે કે ઇન્‍ટેન્‍સીટી અને સિવીયરિટી અને નંબર ઓફ પીપલ કાઉન્‍ટ ગણો તો એ વધી ગયા છે. નાની છોકરી કોઈ આવી રીતે સડનલી ગઈ કે ક્રિકેટ રમતા રમતા એ એકદમ એથલેટિક ક્રિકેટર હોય એ સડન મૃત્‍યુ થયું, હાર્ટ એટેક આવ્‍યો. આપણા ત્‍યાં શું છે કોમન મિસ કોન્‍સેપ્‍ટ એવો છે કે કોઈ પણ માણસનું તાત્‍કાલિક મૃત્‍યુ થાય તો હાર્ટ એટેક મનાય છે. આવું કેમ થયું છે કારણ આપણા ત્‍યાં અનએક્‍સપ્‍લેન મૃત્‍યુ હોય ને એમાં કોઝ ઓફ ડેથ કોઈ પણ ડોક્‍ટર લખી આપે છે કારણ કે એ વખતે ફેમિલીના સેન્‍ટીમેન્‍ટસ એટલા બધા ડિસ્‍ટર્બ હોય છે કે કોઈ એવું કહેવાની હિંમત નથી કરતું કે આપણે પોસ્‍ટમોર્ટમ કરવું જોઈએ. એટલે મને એવું લાગે છે કે એક પોસ્‍ટમોર્ટમ માટેનું એક જાગૃતિ માટેનું એક અભિયાન કરવા જેવું છે. તો તમને એક્‍ઝેક્‍ટ ખબર પડે અચાનક મૃત્‍યુ હોય તો કારણ શું છે? જેમ રક્‍તદાનમાં જાગૃતિ આવી છે તેમ પોસ્‍ટમોર્ટમમાં તમે આખો એંગલ એ રીતે જુઓ ફેમિલી હિસ્‍ટ્રી હોય ઘણા રોગોની કે હાયપરટ્રોફિક કાઢવામાં આવે હાર્ટનો મસલ જાડો થઈ ગયો હોય અને એમાં સડન ડેથ થવાના ચાન્‍સ હોય. બીજી એવી ઘણી કન્‍ડિશન છે એમાં સડન ડેથ થવાના બ્રેનની અંદરના અમુક એન્‍યુરિઝમ છે એવી માલપ સડન રપ્‍ચર થાય અને અંદર બ્રેનની અંદર બ્‍લડ ભરી જાય માણસ મરી જાય કેટલા બધા કારણો એવા છે કે જેમાં સડન ડેથ થાય છે. હવે આમાના ઘણા બધા રોગ છે જે ફેમિલીમાં આવતા હોય છે. બાપ દાદાને થયું હોય આવું પછી છોકરાઓને થાય બીજા બધાને થાય. હવે આજે એક ફેમિલીમાં કોઈ આવું સડન ડેથ થયું છે કોઈ ૨૦ કે ૨૨ વર્ષની વ્‍યક્‍તિનું કોઈ કારણ નથી, એ ફેમિલીમાં આવા નજીકના ફર્સ્‍ટ ડિગ્રી બ્‍લડ રિલેશન વાળાઓમાં ત્રણ ચાર લોકોના આવા જ મૃત્‍યુ થયા હોય કોઈનું કશું કારણ ખબર નથી તો આવા પેશન્‍ટનું પોસ્‍ટમોર્ટમ કરો અને તમને હાર્ટનો મસલ જાડો છે એવી ખબર પડી તો એ ફેમિલીના એના જે ફર્સ્‍ટ ડિગ્રી બ્‍લડ રિલેશન હોય એ બધાના તમે કાર્ડિયાક ચેકઅપ કરાવો અને એમાં જે પકડાય એને તમે ડેથ પ્રિવેન્‍ટ કરી શકો છો. એટલે આ વસ્‍તુની એક અવેરનેસ લાવવાની જરૂર છે. ડોક્‍ટરોએ આગળ આવવું પડશે.

 

હું ઈશ્વરમાં માનું છું. હા સુપરપાવર છે : ડો. તેજસભાઇ પટેલ

ડો. તેજસભાઇ પટેલે સવા લાખ કરતા વધારે માણસોની પ્રોસીજર અને સર્જરી કરી છે. ૧૯૯૧ થી તેઓ આ ક્ષેત્રે કાર્યરત છે. એટલે એ વાતને પણ ૩૫ વર્ષ થશે. તેમના જીવનમાં ન ભૂલી શકાય તેવા પણ ઘણા કેસ તેઓએ હાથ ધરેલા છે.

સાહેબ કહે છે, આખું ઇન્‍ટરેસ્‍ટિંગ ફેક્‍ટ એ છે કે તમને ઘણી વખતે એમ લાગે કે આ પાંચ મિનિટમાં પ્રોસીજર પતી જશે અને એ જ કેસમાં તમે ફસાવ. તમને એમ લાગે કે આ કોઈ કાળે આ માણસ બચે તેમ છે નહી અને એમાં ખબર નથી કે એકદમ સરળ રીતે નીકળી જાવ. એટલે ત્‍યારે તમને એમ થાય કે ધેર ઇસ સમથિંગ લાઈક થર્ડ ફેક્‍ટર, કઈક સુપરપાવર કે નેચરની અંદર કઈક એવી સિસ્‍ટમ છે કે જે સતત તમારા પર ધ્‍યાન રાખે છે અને માર્ગદર્શન આપે છે.

એટલે ડોક્‍ટરનું કામ છે ને એ એણે નિષ્ઠાથી કરવું જોઈએ. રિઝલ્‍ટની આશા નહી રાખવાની હું એવું કહેતો જ નથી. રિઝલ્‍ટની આશા રાખવી જ પડે. કર્મ કરોને ફળની આશા ના રાખો તો ફળ મળે જ નહીં. આશા ચોક્કસ રાખવાની પણ ફળની જીદ નહી કરવાની. હું ઈશ્વરમાં માનું છું. હા સુપરપાવર છે.

 

(સૌજન્‍ય : જમાવટ પોડકાસ્‍ટ)

(આ ઇન્‍ટરવ્‍યુ જોવા

https://www.youtube.com/watch?v=Xq_Wm8rK3IY&ab_channel=JamawatPodcast)

(3:39 PM IST)