News of Thursday, 28th August 2025
બેંગલુરુ દુર્ઘટનાના ૩ મહિના બાદ IPL ચેમ્પિયન RCBએ તોડ્યું મૌન
ભાવુક સંદેશ લખીને કરી મોટી જાહેરાતઃRCBએ ભાવુક પોસ્ટ લખી છે, તેમાં લખ્યું કે, ૩ જૂને અમને ઘણી ખુશી આપી, પરંતુ ૪ જૂને બધું જ બદલાવી નાખ્યું

બેંગલુરુ, તા.૨૮
૧૭ વર્ષ સુધી રાહ જોયા પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫નો ખિતાબ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પોતાના નામે કર્યો હતો. અમદાવાદમાં ૩ જૂને પંજાબ કિંગ્સને હરાવીને RCB ચેમ્પિયન બન્યું હતું. જેથી બેંગલુરુમાં ઉત્સાહનો માહોલ હતો, પરંતુ આ ઉજવણી જલદી જ માતમમાં ફેરવાઈ ગઈ, જ્યારે ૪ જૂનના રોજ RCBની વિક્ટ્રી પરેડ દરમિયાન નાસભાગ મચી ગઈ. આ દુર્ઘટનામાં ૧૧ લોકોના મોત થયા હતા, જ્યારે ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ મામલે RCBએ ૩ મહિના બાદ પોતાનું મૌન તોડ્યું છે અને સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ લખી છે. તેમાં લખ્યું કે, ૩ જૂને અમને ઘણી ખુશી આપી, પરંતુ ૪ જૂને બધું જ બદલાવી નાખ્યું.
RCBએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં તેઓએ લખ્યું કે, *પ્રિય 12th મેન આર્મી, તમારા માટે આ અમારો દિલથી લખેલો પત્ર છે. આશરે ૩ મહિના થઈ ગયા, જ્યારે અમે અહીં છેલ્લીવાર કંઈ શેર કર્યું હતું. આ મૌન ગેરહાજરી નહીં, પરંતુ શોકની અભિવ્યક્તિ હતી.
આ જગ્યા ક્યારેક ઊર્જા, સ્મરણો અને એવી ક્ષણોથી ભરેલી હતી, જેને તમે બધા ખૂબ પસંદ કરતા હતા. પરંતુ ૪ જૂને બધું જ બદલાવી નાખ્યું. એ દિવસે આપણા દિલ તોડ્યા અને ત્યાર પછીનું મૌન અમારા શોકની રીત બની ગઈ. એ મૌનમાં અમે શોક મનાવી રહ્યાં હતા. અને ધીમે ધીમે અમે માત્ર પ્રતિક્રિયાથી આગળ વધીને કંઈક નવું બનાવવાની શરૃઆત કરી, કંઈક એવું જેના પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે.*
RCBએ આગળ લખ્યું કે, *અહીંથી RCB Caresની શરૃઆત થઈ. આ અમારા ફેન્સને સન્માન આપવા, તેને સંભાળવા અને તેની સાથે ઊભા રહેવાની જરૃરિયાતથી સર્જાયું છે. એક એવો મંચ, જેને અમારી કોમ્યુનિટી અને ફેન્સે મળીને આકાર આપ્યો. આજે અમે આ જગ્યાએ પાછા આવ્યાં છીએ, ઉજવણી કરવા નહીં, પરંતુ સારસંભાળ માટે. શેર કરવા માટે, તમારી સાથે ઊભા રહેવા માટે. સાથે મળીને આગળ વધવા માટે અને કર્ણાટકનું ગર્વ બની રહેવા માટે.* ૩ જૂને અમદાવાદમાં પંજાબ કિંગ્સને હરાવ્યાં પછી RCBએ ૧૭ વર્ષ પછી IPLનો ખિતાબ જીત્યો હતો. તેના પછીના દિવસે ૪ જૂને ઇઝ્રમ્ની ટીમ પોતાના શહેર બેંગલુરુમાં પરત ફરે છે. આ દરમિયાન એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિક્ટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જ સ્ટેડિયમ બહાર લોકોની ભીડ વધવાથી નાસભાગ થઈ ગઈ. આ દુર્ઘટનામાં ૧૧ લોકોના મોત થયા, જ્યારે ૫૦ લોકો ઘાયલ થયા હતા. આ મામલે કર્ણાટક સરકારે જુલાઈમાં ઇઝ્રમ્ સામે ટ્રાયલ ચલાવવાની મંજૂરી આપી હતી.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
