<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

વાંદરો પૈસાથી ભરેલી બેગ લઈ ગયો અને પછી ઝાડ પર જઈ કર્યો ૮૦,૦૦૦ રૂપિયાનો વરસાદ

વાંદરાએ ઝાડ પર ચઢ્‍યા પછી બેગ તપાસી. જ્‍યારે વાંદરાને બેગમાં કોઈ ખોરાક ન મળ્‍યો, ત્‍યારે તેણે નોટો હવામાં ફેંકવાનું શરૂ કર્યું સ્‍થળ પર હાજર લોકો પૈસા પડાવવા દોડી આવ્‍યા હતા. મૂંઝવણમાં, રોહિતાશે પોતાના પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કર્યો

ઔરૈયા,તા.૨૯: ઉત્તર પ્રદેશના ઔરૈયામાં એક વિચિત્ર ઘટના બની છે જોકે તેનાથી કેટલાક લોકો એકએકદમ ખુશખુશાલ થઈ ગયા હતા. તો થયું એમ કે એક વાંદરો બાઇકમાંથી પૈસાથી ભરેલી બેગ લઈને ઝાડ પર ચઢી ગયો. ત્‍યારબાદ વાંદરાએ બેગ ખોલી તેમથી પૈસા નીચે ફેંકવાનું શરૂ કર્યું, જેના કારણે લોકો પૈસા લેવા માટે ઝડપથી ભેગા થયા ત્‍યારે અરાજકતા સર્જાઈ ગઈ. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ૫૦૦ રૂપિયાની નોટો ઝાડ પરથી પડી રહી છે અને નીચે રહેલા લોકો પૈસા લેવા પડા પડી કરતાં જોવા મળ્‍યા હતા.

મંગળવારે બપોરે બિધુના તહસીલમાં આ વિચિત્ર ઘટના બની હતી. એવા અહેવાલો છે કે દોડાપુર ગામના રોહિતાશ ચાનરા તરીકે ઓળખાતા એક ખાનગી શિક્ષક પોતાના વકીલ સાથે નોંધણીની ઔપચારિકતા પૂર્ણ કરવા માટે તહસીલ ઓફિસમાં આવ્‍યા હતા. બાઇકની ડીકીમાં એક બેગ રાખી હતી જેમાં ૮૦,૦૦૦ રૂપિયા હતા. જ્‍યારે તેઓ દસ્‍તાવેજોમાં વ્‍યસ્‍ત હતા, ત્‍યારે વાંદરો બેગ લઈને ઝાડ પર ચઢી ગયો.

વાંદરાએ ઝાડ પર ચઢ્‍યા પછી બેગ તપાસી. જ્‍યારે વાંદરાને બેગમાં કોઈ ખોરાક ન મળ્‍યો, ત્‍યારે તેણે નોટો હવામાં ફેંકવાનું શરૂ કર્યું. દરમિયાન સ્‍થળ પર હાજર લોકો પૈસા પડાવવા દોડી આવ્‍યા હતા. મૂંઝવણમાં, રોહિતાશે પોતાના પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ ભીડની મદદથી તેને ફક્‍ત ૫૨,૦૦૦ રૂપિયા જ પાછા મળી શક્‍યા. બાકીના ૨૮,૦૦૦ રૂપિયા કાં તો ફાટી ગયા અથવા લોકો લઈ ગયા. ગ્રામજનો કહે છે કે આ વિસ્‍તાર ઘણા સમયથી વાંદરાઓની મુશ્‍કેલીનો સામનો કરી રહ્યો છે. વાંદરાઓ ઘણીવાર બેગ, કાગળો અને મહત્ત્વપૂર્ણ દસ્‍તાવેજો પણ છીનવી લે છે. તેઓ ક્‍યારેક દસ્‍તાવેજોને નુકસાન પહોંચાડે છે અને તહસીલ ઑફિસમાં આવતા લોકોને અસુવિધા પહોંચાડે છે અને કેટલીક વખત હુમલો કરવાની પણ ઘટના બની છે.(૪૦.૩)

(9:34 AM IST)