<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

દેશમાં પ્રથમવાર શિક્ષકોની સંખ્‍યા ૧ કરોડને પાર

શિક્ષણ ક્રાંતિઃ પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક સ્‍તર પર ૨૦૨૪-૨૫ દરમિયાન શાળા છોડી દેવાના દરમાં નોંધપાત્ર ઘટાડો

 

નવી દિલ્‍હી તા.૨૯: ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક સત્રમાં દેશભરમાં સ્‍કૂલના શિક્ષકોની સંખ્‍યા પ્રથમવાર એક કરોડને પાર થઈ ગઈ છે. શિક્ષણ મંત્રાલયે આ જાણકારી આપી હતી. શિક્ષણ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક સ્‍તર પર ૨૦૨૪-૨૫ દરમિયાન શાળા છોડી દેવાના દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્‍યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે ‘‘શિક્ષકોની સંખ્‍યામાં વધારો એ વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તરમાં સુધારો દર્શાવે છે. ગુણવત્તાયુક્‍ત શિક્ષણ સુનિヘતિ કરવા અને શિક્ષકોની ઉપલબ્‍ધતામાં પ્રાદેશિક અસમાનતાને દૂર કરવાની દિશામાં એક મહત્‍વપૂર્ણ પગલું છે. ૨૦૨૨-૨૩ અને ત્‍યાર પછીના વર્ષથી આ સંખ્‍યા સતત વધી રહી છે. ૨૦૨૨-૨૩ની સરખામણીમાં પછીના  વર્ષ દરમિયાન શિક્ષકોની સંખ્‍યામાં ૬.૭ ટકાનો વધારો થયો છે.''

યુડીઆઇએસઈ પ્‍લસ અનુસાર, પાયાના, પ્રારંભિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક સ્‍તરે વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર (પીટીઆર) હવે અનુક્રમે ૧૦, ૧૩, ૧૭ અને ૨૧ તરીકે નોંધાયેલ છે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) ના ભલામણ કરેલ ૧:૩૦ ના ગુણોત્તરની તુલનામાં નોંધપાત્ર રીતે સુધારેલ ગુણોત્તર છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે ‘‘આ શાનદાર પીટીઆર શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્‍ચે વધુ વ્‍યક્‍તિગત ધ્‍યાન અને મજબૂત વાતચીતને સરળ બનાવે છે, જેનાથી શીખવાના સારો અનુભવ અને સારા શૈક્ષણિક પરિણામો મળે છે. છેલ્‍લા બે વર્ષો એટલે કે ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ની સરખામણીમાં ૨૦૨૪-૨૫માં પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક સ્‍તરોમાં ડ્રોપઆઉટ દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્‍યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે તમામ સ્‍તરે સતત ઘટાડો સૂચવે છે કે શાળાઓ વિદ્યાર્થીઓની જરૂરિયાતો પ્રત્‍યે વધુ સહયોગી અને ઉત્તરદાયી બની રહી છે, જેથી અગાઉ કરતા સ્‍કૂલ ડ્રોપઆઉટમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.(૩૮.૯)

(9:37 AM IST)