News of Friday, 29th August 2025
ભોજનની થાળીમાં શા માટે નથી પીરસવામાં આવતી ૩ રોટલી?
શું છે આ પાછળનું કારણ, અંધશ્રદ્ધા કે સારું સ્વાસ્થ્ય? : એક થાળીમાં ત્રણ રોટલી ન પીરસવાની પરંપરા સીધી જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ સાથે સંબંધિત છે. ઉપરાંત, તેને સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી પણ ફાયદાકારક ગણી શકાય

નવી દિલ્હી તા.૨૯: તમે ઘરોમાં નોટિસ કર્યું હશે કે જમવાનું પીરસતી વખતે વડીલો આપણી થાળીમાં ૩ રોટલી નથી મુકવા દેતા. માતા, દાદી અથવા નાની તાત્કાલિક કહે છે, ત્રણ નહીં, ચાર રોટલી લઈ લો. આ સાંભળીને ઘણી વખત વિચાર આવે છે કે, આવું શા માટે? શું આ માત્ર એક ખરાબ આદત છે, ધાર્મિક માન્યતા છે કે, પછી સ્વાસ્થ્ય સાથે જોડાયેલું કોઈ કારણ? તો ચાલો જાણીએ જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે કે, થાળીમાં ત્રણ રોટલી શા માટે નથી પીરસવામાં આવતી.
જ્યોતિષ અને અંકશાષમાં ત્રણ નંબરને શુભ માનવામાં આવતો નથી. એવું કહેવાય છે કે તે કેટલીક નકારાત્મક ઊર્જા સાથે સંબંધિત છે. આ જ કારણ છે કે પૂજા કે શુભ કાર્યોમાં ત્રણ નંબરને ઘણીવાર ટાળવામાં આવે છે. ભોજનની થાળીને પણ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે ત્યાં ત્રણ નંબરનો ઉપયોગ કરવો યોગ્ય નથી.
આ ઉપરાંત, બીજી એક ધાર્મિક માન્યતા છે. જ્યારે કોઈ મૃત વ્યક્તિના નામે ભોજનની થાળી મૂકવામાં આવે છે, ત્યારે તેમાં ત્રણ રોટલી મૂકવામાં આવે છે. આ કારણે, લોકો માને છે કે જીવંત વ્યક્તિની થાળીમાં ત્રણ રોટલી પીરસવી અશુભ છે. કદાચ આ જ કારણ છે કે ઘણા પરિવારોમાં, ભલે તમે બે રોટલી ખાઓ કે ચાર, ત્રણ ક્યારેય પીરસવામાં આવતી નથી.
જો આપણે સ્વાસ્થ્યના લ્લષ્ટિકોણથી જોઈએ તો, ત્રણ રોટલી એકસાથે ખાવી એ દરેક માટે યોગ્ય માનવામાં આવતું નથી. સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે સંતુલિત આહારમાં બે રોટલી, એક વાટકી દાળ, થોડા ભાત અને શાક પૂરતું છે. આનાથી પેટ તો ભરાય જ છે પણ પાચન પણ યોગ્ય રહે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે. ત્રણ રોટલી ખાવાથી પેટ પર વધુ ભાર પડી શકે છે, ખાસ કરીને જો તેની સાથે ભાત કે મીઠાઈ પણ પીરસવામાં આવે. તેથી, સ્વાસ્થ્યના લ્લષ્ટિકોણથી બે કે ચાર રોટલી વધુ સારી માનવામાં આવે છે.
આપણા ઘરોમાં, દાદી કે માતા હંમેશા બાળકોને શીખવે છે કે થાળીમાં ત્રણ રોટલી ન લેવી જોઈએ, આ વસ્તુઓ પેઢી દર પેઢી ચાલી આવી છે. કદાચ તે સમયમાં લોકો ધાર્મિક માન્યતાઓને વધુ મહત્વ આપતા હતા અને ધીમે ધીમે આ આદત સામાન્ય જીવનનો ભાગ બની ગઈ.
ભારતીય સંસ્કૃતિમાં, ફક્ત ત્રણ રોટલીની માન્યતા જ નહીં, પરંતુ બીજી ઘણી બાબતો છે જે લોકો અનુસરતા આવ્યા છે. જેમ કે - રાત્રે દહીં ન ખાવું જોઈએ. રસોઈ બનાવતી વખતે હંમેશા થોડી માત્રામાં મીઠું ઉમેરવું જોઈએ. ભોજન પછી કંઈક મીઠી વસ્તુ ખાવી જોઈએ. આપણે આ બધી બાબતો આપણા વડીલો પાસેથી શીખી છે અને વધારે પ્રશ્નો પૂછ્યા વિના તેનું પાલન કરી રહ્યા છીએ.
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો, થાળીમાં ત્રણ રોટલી ન પીરસવાનું કોઈ નક્કર કારણ નથી, તે પરંપરા અને ધાર્મિક માન્યતા પર વધુ આધારિત છે. જોકે, સ્વાસ્થ્ય સંબંધિત એક પાસું ચોક્કસપણે છે કે વધુ પડતી રોટલી ખાવાથી પાચનતંત્ર પર અસર પડી શકે છે. તેથી, એવું કહેવું ખોટું નહીં હોય કે આ ટેવો આપણી સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય બંને સાથે સંબંધિત છે.(૩૮.૭)
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
