<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

ગૌતમ અદાણીએ વૈભવી બીઝનેસ જેટ ખરીદયું: કિંમત ૧ હજાર કરોડ

એક જ રિકયુલીંગમાં યુએસ-કેનેડા પહોંચી શકે

મુંબઈ, તા.૨૯: અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ અમેરિકન વિમાન કંપની બોઇંગ પાસેથી ૭૩૭-મેક્‍સ ૮-BBJ સિરીઝનું એક વૈભવી બિઝનેસ જેટ ખરીદ્યું છે. તેની કિંમત લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયા છે.

તે લંડન સુધી નોન-સ્‍ટોપ ઉડાન ભરી એક જ રિફયુઅલિંગ પર અમેરિકા-કેનેડા પહોંચી શકે છે. અદાણીના નવા વિમાને સ્‍વિટ્‍ઝર્લૅન્‍ડના બાસેલ શહેરથી ૬૩૦૦ કિમીનું અંતર ૯ કલાકમાં કાપી ગણેશ ચતુર્થીએ સવારે ૧૦ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું.

૨૦૨૪માં મુકેશ અંબાણીએ પણ આ સિરીઝનું એક વિમાન લીધું હતું. (રર.૧૫)

(2:57 PM IST)