<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

LIC એ સરકારને ભેટ આપી : નાણાકીય વર્ષ 2025 માટે ₹7,324 કરોડનું ડિવિડન્ડ સોંપ્યું

૨૦૨૫ સુધીમાં LIC પાસે ૫૬.૨૩ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ હતી : ભારતીય જીવન વીમા બજારમાં કંપની હજુ પણ અગ્રણી

નવી દિલ્હી :  ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ જણાવ્યું હતું કે તેણે નાણાકીય વર્ષ 2024-25 માટે 7,324.34 કરોડ રૂપિયાનો ડિવિડન્ડ ચેક નાણામંત્રી નિર્મલા સીતારમણને આપ્યો છે. LIC એ 26 ઓગસ્ટ 2025 ના રોજ તેની વાર્ષિક સામાન્ય સભામાં આ ડિવિડન્ડને મંજૂરી આપી હતી, જેની કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં માહિતી આપી હતી.

LC ના CEO અને MD આર. દોરાસ્વામી દ્વારા નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ. નાગરાજુ અને સંયુક્ત સચિવ પરશાંત કુમાર ગોયલ તેમજ કંપનીના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ડિવિડન્ડ ચેક નાણામંત્રીને સોંપવામાં આવ્યો હતો. ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં LIC પાસે ૫૬.૨૩ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ હતી. ભારતીય જીવન વીમા બજારમાં કંપની હજુ પણ અગ્રણી છે.

ડિવિડન્ડ એ ભાગ છે જે કંપની તેની કમાણીમાંથી તેના શેરધારકોને વહેંચે છે. જ્યારે કોઈ કંપની નફો કરે છે, ત્યારે તે તે નફાનો એક ભાગ તેના રોકાણકારોને રોકડ અથવા વધારાના શેરના રૂપમાં આપે છે. આને ડિવિડન્ડ કહેવામાં આવે છે.

(6:18 PM IST)