<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

ઉત્તર આફ્રિકન દેશ મૌરિટાનિયામાં સ્થળાંતર કરનારને લઇ જતી બોટ પલટી:ઓછામાં ઓછા 49 લોકોના મોત

બોટમાં સેનેગલ અને ગેમ્બિયાના નાગરિકો સહિત 160 લોકો સવાર હતા: ફક્ત 17 લોકોને જીવતા બચાવી લેવાયા બાકીના હજુ પણ ગુમ છે.

 નૌકચોટ (મૌરિટાનિયા): ઉત્તર આફ્રિકન દેશ મોરિટાનિયામાં એક મોટી બોટ દુર્ઘટના બની છે. મોરિટાનિયાના સ્થળાંતર કરનારાઓને લઈ જતી એક બોટ પલટી જતાં ઓછામાં ઓછા 49 લોકોના મોત થયાના અહેવાલ છે. મોરિટાનિયાના કોસ્ટ ગાર્ડે આ માહિતી આપી છે. મોટી સંખ્યામાં લોકો ગુમ થયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

    મોરિટાનિયન કોસ્ટ ગાર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બોટ ગામ્બિયાથી નીકળી હતી અને મંગળવારે સવારે મહેઝરાત કિનારા નજીક પલટી ગઈ હતી. કોસ્ટ ગાર્ડના વડા મોહમ્મદ અબ્દુલ્લાહે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, "બોટ એક અઠવાડિયા પહેલા ગેમ્બિયાથી નીકળી હતી અને તેમાં સેનેગલ અને ગેમ્બિયાના નાગરિકો સહિત 160 લોકો સવાર હતા."  

    તેમણે કહ્યું, "જ્યારે સ્થળાંતર કરનારાઓએ મહેઝરાતના પ્રકાશ જોયા, ત્યારે તેઓ બોટના એક ભાગ તરફ દોડવા લાગ્યા, જેના કારણે બોટ અસંતુલિત થઈ ગઈ અને પલટી ગઈ." અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં બીચ પર 49 મૃતદેહો મળી આવ્યા છે અને ફક્ત 17 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. બાકીના હજુ પણ ગુમ છે.

(6:44 PM IST)