<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

'ટીકા કરો, પણ મર્યાદા ઓળંગશો નહીં': પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણીઓ પર ઓવૈસીએ કોંગ્રેસને સલાહ આપી: અભદ્ર ભાષા ચર્ચાના સ્તરને નીચે લાવે છે

ઓવૈસીની શિષ્ટાચારની સલાહ: આરોપીની ધરપકડ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તણાવ: આ ઘટનાએ રાજકીય શિષ્ટાચાર અને ટીકાની મર્યાદાઓ પર એક નવી ચર્ચા છેડી

હૈદરાબાદ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બિહારમાં ચાલી રહેલી 'મતદાર અધિકાર યાત્રા' દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીએ રાજકીય ગરમાવો વધાર્યો છે. ભાજપે આ અંગે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે, ત્યારે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે કોંગ્રેસને સલાહ આપી છે. 
ઓવૈસીએ એક નિવેદનમાં કહ્યું કે, "તમે ગમે તેટલું બોલી શકો છો, વિરોધ કરી શકો છો, ટીકા કરી શકો છો, નિંદા કરી શકો છો, પરંતુ જ્યારે તમે શિષ્ટતાની મર્યાદા ઓળંગો છો, ત્યારે તે ખોટું છે અને થવું જોઈએ નહીં. કોઈની પણ વાત ન હોય. વડા પ્રધાન મોદીની ટીકા કરો, પરંતુ ધ્યાનમાં રાખો કે શિષ્ટાચાર તૂટેતો નથી ને." તેમણે ઉમેર્યું કે અભદ્ર ભાષા ચર્ચાના સ્તરને નીચે લાવે છે. 
દરભંગામાં આ ઘટના બન્યા બાદ ભાજપના કાર્યકરોએ પટણામાં કોંગ્રેસના મુખ્યાલય પર હુમલો કર્યો હતો. ભાજપના મંત્રી નીતિન નવીને માફીની માંગણી કરી. બીજી તરફ, રાહુલ ગાંધીએ X પર લખ્યું કે "સત્ય અને અહિંસા સામે હિંસા અને અસત્યનું કોઈ સ્થાન નથી." પોલીસે વાંધાજનક ટિપ્પણી કરનાર ૨૦ વર્ષીય આરોપી મોહમ્મદ રિઝવી ઉર્ફે રાજાની ધરપકડ કરી છે. આ ઘટનાએ રાજકીય શિષ્ટાચાર અને ટીકાની મર્યાદાઓ પર એક નવી ચર્ચા છેડી છે.

(8:41 PM IST)