<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

જેના માટે છોકરી ઘરેથી ભાગી તે ન મળ્‍યો, તો જે સામે મળ્‍યોઃ તેની સાથે લગ્ન કરી લીધાઃ નામ પણ નથી જાણતી

આને કહેવાય કળિયુગનો પ્રેમઃ પ્રેમી સાથે ન આવતા તેણે એવા છોકરા સાથે લગ્ન કરી લીધા, જેને થોડી વાર પહેલા જાણતી પણ નહોતી

ઇન્‍દોર તા.૩૦: ઈન્‍દોરના એમઆઈજી વિસ્‍તારમાંથી ગુમ થયેલી શ્રદ્ધા તિવારી ગુજરાતી કોલેજની સ્‍ટૂડેંટ છે. એક અઠવાડીયા પહેલા તે અચાનક ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. છેલ્‍લે તે લોટસ ચોક પર એક સીસીટીવી ફુટેજમાં દેખાઈ હતી. ત્‍યાર બાદ તેનો કોઈ પત્તો લાગ્‍યો નથી. ફરિયાદ મળ્‍યા બાદ પોલીસની ટીમે તેની શોધ ચાલું કરી હતી.

તપાસ દરમ્‍યાન પોલીસે શ્રદ્ધા તિવારીની બહેન સાથે પૂછપરછ કરી તો સાર્થક નામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની વાત સામે આવી. જાણવા મળ્‍યું કે, સાર્થક સાથેનો સંબંધ પરિવારને મંજૂર નથી. એટલા માટે તે ઘર છોડીને ભાગી ગઈ. સાર્થકને જ્‍યારે પૂછવામાં આવ્‍યું તો તેણે કહ્યું કે, હવે થોડા દિવસથી તેની સાથે વાતચીત બંધ કરી દીધી હતી.

સબ ઈંસ્‍પેક્‍ટર કમલ રઘુવંશીએ જણાવ્‍યું કે, ઘરેથી ભાગ્‍યા બાદ શ્રદ્ધા રેલવે સ્‍ટેશન પર ગઈ. ત્‍યાં તેણે સાર્થકને બોલાવ્‍યો હતો, પણ તે આવ્‍યો નહીં. ત્‍યાર બાદ તે એકલી ટ્રેનમાં રતલામ જઈ રહી હતી, તો તેની મુલાકાત કરણદીપ નામના એક અન્‍ય યુવક સાથે થઈ ગઈ. જે ઈલેક્‍ટ્રીશિયનનું કામ કરે છે. તે એ કોલેજમાં ઘણી વાર વીજળી રિપેર માટે આવતો હતો. શ્રદ્ધા તિવારીએ કહ્યું કે, બંનેએ એકબીજાને પહેલા પણ જોયા હતા, પણ કોઈ વાતચીત અથવા દોસ્‍તી નહોતી. પણ ટ્રેનમાં મુલાકાત બાદ બંનેએ એકબીજાને અપનાવવાનો નિર્ણય લઈ લીધો. મહેશ્વર જઈને બંનેએ રવિવારે મંદિરમાં લગ્ન કરી લીધા.

પોલીસ અધિકારીના જણાવ્‍યા અનુસાર, આ મુલાકાત પહેલા શ્રદ્ધા કરણદીપને નામથી પણ નહોતી જાણતી. માગમાં સિંદૂર સાથે પોલીસ સ્‍ટેશને પહોંચેલી શ્રદ્ધાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્‍યું, મેં મારી મરજીથી લગ્ન કર્યા છે. મારા પર કોઈ દબાણ નહોતું. હું સાર્થક સાથે લગ્ન કરવા માગતી હતી. તેને રેલવે સ્‍ટેશને બોલાવ્‍યો હતો, પણ તે આવ્‍યો નહીં. મેં જીવ દેવાનો નિર્ણય કરી લીધો, પણ કરણદીપે મને બચાવી લીધી અને મને એકલા છોડી નહીં. મેં કરણદીપને પૂછ્‍યું કે તે મારી સાથે લગ્ન કરવા તૈયાર છે, શ્રદ્ધાએ કહ્યું કે, તે કરણદીપને ઘરે પણ ગઈ છે અને તેના પરિવારે તેને અપનાવી લીધી છે.(૩૮.૧૬)

(10:11 AM IST)