News of Saturday, 30th August 2025
વીઆઇપી ભિખારીનો વટ છે બાકી! બેનર લગાવીને શરતો સાથે માંગે છે ભીખ
એક રોડના કિનારે એક ભિખારી આરામ કરી રહ્યો છે અને તેની ઉપર થાંભલા પર એક બેનર લાગેલું છે. બેનરમાં જાણે કોઈ વ્યવસાય કે દુકાનમાં ખોલી હોય એવી જ સુવિધાઓ અને શરતો લખેલી છે

નવી દિલ્હી તા.૩૦: કોઈપણ કામ નાનું કે મોટું નથી હોતું, કામ કરવાની રીત તેને નાનું કે મોટું બનાવે છે. આ વાત તો તમે જરૂર સાંભળી હશે. ઘણાં લોકો તેને પ્રોફેશન કે ધંધા પર લાગુ કરે છે, તેનાથી પ્રેરિત થઈને લોકો કેટલાક કામને વ્યવસાયનો દરજ્જો આપવાનો પ્રયત્ન કરે છે. છતાં પણ સમાજમાં કેટલાક કામ ખૂબ જ બેકાર માનવામાં આવે છે. ભીખ માંગવી આવું જ એક કામ છે, તે પોતાનામાં જ એક સામાજિક કુરીતિ માનવામાં આવે છે. સોશિયલ મીડિયા ઘણા પ્રકારના ફની વીડિયો બને છે. એક વીડિયોમાં એક ભિખારીએ બેનર બનાવ્યું છે, જેમાં તેણે પોતાને વીઆઈપી ભિખારી ગણાવ્યો છે. બેનરની અન્ય વાતો લોકોને ખૂબ હસાવી રહી છે.
એક રોડના કિનારે એક ભિખારી આરામ કરી રહ્યો છે અને તેની ઉપર થાંભલા પર એક બેનર લાગેલું છે. બેનરમાં જાણે કોઈ વ્યવસાય કે દુકાનમાં ખોલી હોય એવી જ સુવિધાઓ અને શરતો લખેલી છે. પરંતુ ભિખારીની લખેલી વાતો ઘણી વિચિત્ર છે. તેણે પહેલા તો પોતાને એક વીઆઈપી ભિખારી ગણાવ્યો છે. ત્યાર બાદ તેણે ઓછામાં ઓછી ભીખની મર્યાદા ૨૦૦ રૂપિયા નક્કી કરી છે.
આ ઉપરાંત તેણે ભીખ લેવાનો સમય પણ નક્કી કરીને લખ્યો છે. ત્યાર બાદ આ શખ્સે એક ખાસ સુવિધા પોતાના ગ્રાહકો માટે રાખી છે. તેણે જણાવ્યું કે, ભીખ ઓનલાઇન પણ સ્વીકારવામાં આવે છે. એટલે કે હવે તેના ગ્રાહકોને છુટ્ટા કે ખુલ્લા રૂપિયાની ચિંતા નહીં કરવી પડે. તેની સાથે જ બેનર પર ક્યૂઆર કોડ પણ છપાવ્યો છે.
વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર રોહિતે પોતાના એકાઉન્ટ @rohit_tm_00 પરથી શેર કર્યો છે. કમેન્ટ્સમાં કેપ્શન પર શખ્સે વીઆઈપી ભિખારી લખેલું છે. લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. આ ઉપરાંત લોકોની ફની કોમેન્ટ્સ પણ આવી રહી છે, જેણે આ વીડિયોને વધુ મજેદાર બનાવી દીધો છે. વીડિયોને અત્યાર સુધીમાં એક કરોડ ૩૦ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તેના પર ૯૯૨ કોમેન્ટ્સ મળી ચૂકી છે. મોટા ભાગના લોકોએ સૌથી વધુ એક જ સવાલ પૂછ્યો છે કે, લગ્ન કે પાર્ટીના ઓર્ડર લેવામાં આવે છે કે નહીં?ૅ એક યુઝરે લખ્યું, ‘‘ભાઈ તમે VIP ભિખારી લખી રાખ્યું છે, તેના કારણે ઈડીની રેડ પડી શકે છે.''
જ્યારે એક યુઝરે કોમેન્ટમાં લખ્યું છે, ‘‘રોડ પર માંગવાની શું જરૂર હતી, ક્યાંક ઓફિસ ખોલી લીધી હોત.'' બીજાએ લખ્યું કે, ‘‘ભાઈ હેલ્પરની જરૂર છે શું?'' ત્રીજાએ લખ્યું કે, ‘‘કઈ ડિગ્રી લીધા પછી, આ જોબ મળશે?'' ચોથાએ પૂછ્યું કે,‘‘ આ ૨૦૦ રૂપિયામાં જીએસટી સામેલ છે ને?'' એક અન્યએ પૂછ્યું કે, ‘‘સુપરવાઇઝરની જગ્યા ખાલી છે શું?'' એક યુઝરે તો ભિખારીનું વિઝિટિંગ કાર્ડ પણ માંગી લીધું.(૩૮.૧૫)
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
