<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

જમ્‍મુ-કાશ્‍મીરમાં મોડી રાત્રે વાદળ ફાટવાથી રામબનમાં ૩ લોકોના મોત : અનેક ગુમ

બે ઘર અને એક શાળાની ઇમારત કાટમાળ અને પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ

જમ્‍મુ, તા.૩૦: જમ્‍મુ-કાશ્‍મીરના રામબન જિલ્લાના રાજગઢ ગામમાં શુક્રવાર અને શનિવારે રાત્રે લગભગ ૧૨:૩૦ વાગ્‍યે વાદળ ફાટવાથી એક મોટો અકસ્‍માત થયો હતો. આ ઘટનામાં અત્‍યાર સુધીમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે, જ્‍યારે બે અન્‍ય ગુમ છે. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે બે ઘર અને એક શાળાની ઇમારત કાટમાળ અને પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ છે. રાહત અને બચાવ ટીમો ઘટનાસ્‍થળે પહોંચી ગઈ છે અને ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે.

જમ્‍મુ-કાશ્‍મીરમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે. નદીઓ ઉભરાઈ રહી છે, પૂરના પાણી તેના માર્ગમાં આવતી દરેક વસ્‍તુનો નાશ કરી રહ્યા છે અને ઢોળાવ પરથી પથ્‍થરો, વળક્ષો અને ખડકો પડી રહ્યા છે. જમ્‍મુ-શ્રીનગર રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ ખીણને દેશના બાકીના ભાગ સાથે જોડતો એકમાત્ર બારમાસી માર્ગ છે. તે સતત પાંચમા દિવસે બંધ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ભારે વરસાદ અને અચાનક પૂરને કારણે ઉધમપુર જિલ્લામાં જખેની અને ચેનાની વચ્‍ચે ભૂસ્‍ખલન થવાથી ૨,૦૦૦ થી વધુ વાહનો ફસાયા છે.

ભૂસ્‍ખલન અને ધોવાણને કારણે જમ્‍મુ ક્ષેત્રના નવ રસ્‍તાઓ પણ બંધ છે. ઘણા દિવસોથી સતત વરસાદને કારણે જમ્‍મુ, સાંબા, કઠુઆ અને ઉધમપુરના ડઝનબંધ ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે.

આ ઉપરાંત, ગુરુવારે ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી ૫ લોકોનાં મોત થયાં અને ૧૧ ગુમ થયાં. તે જ સમયે, હિમાચલ પ્રદેશના મનાલીમાં બિયાસ નદીના પાણીના સ્‍તરમાં વધારો થવાથી નદી કિનારાનો એક ભાગ ધોવાઈ ગયો.

શુક્રવારે કાશ્‍મીરના બાંદીપોરાના ગુરેઝ સેક્‍ટરના તુલાઈલ વિસ્‍તારમાં વાદળ ફાટવાની ઘટના બની હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અચાનક ભારે વરસાદ અને કાટમાળને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રામબન વહીવટીતંત્રના જણાવ્‍યા અનુસાર, ફઝય્‍જ્‍, પોલીસ અને સ્‍થાનિક ટીમો રાહત કાર્યમાં રોકાયેલી છે. જોકે, પર્વતીય ભૂપ્રદેશ અને વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.(

(4:11 PM IST)