News of Sunday, 31st August 2025
દિલ્હીમાં સતત ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા
ક્યારેક વાદળછાયું વાતાવરણ તો ક્યારેક વરસાદી માહોલ

નવી દિલ્હી : દિલ્હીમાં વાતાવરણમાં પલટો આવતો રહે છે. ક્યારેક વાદળછાયું વાતાવરણ તો ક્યારેક વરસાદી માહોલ જોવા મળે છે. ત્યારે હવે હવામાન વિભાગે આજે દિલ્હીમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે. ચેતવણી જારી કરવામાં આવી છે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત દિલ્હીમાં વરસાદથી થશે. દિલ્હીમાં સતત ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે.
શુક્રવારે દિવસભર પડેલા વરસાદ બાદ દિલ્હીના તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ શનિવારે ફરીથી તાપમાનમાં થોડો વધારો થયો હતો. દિલ્હીનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે 31 ઓગસ્ટ, 1 અને 2 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
