News of Monday, 1st September 2025
પૂરમાં વાછરડાને ખભે ઊંચકી લઈને બચાવ્યું

જમ્મુ દ્દશ્ષ્ટ૧: જમ્મુ-કાશ્મીરમાં ગયા અઠવાડિયે વાદળ ફાટવાને કારણે જબરદસ્ત તબાહી મચી હતી. નદીનાં પાણી ગામોમાં ફરી વળતાં પૂર જેવી સ્થિતિ બની હતી. જોકે એમાં એક વ્યક્તિ કમર સુધીના પાણીમાં એક વાછરડાને ખભે ઊંચકીને રેસ્ક્યુ કરતી જોવા મળી હતી. નરિન્દર સિંહ નામના યુઝરે આ વિડિયો શેર કરીને લખ્યું હતું કે ‘ગોમાતાની સેવા કરવાથી આશીર્વાદ મળશે. પૂરની હાલતમાં ગોમાતાને સુરક્ષિત બચાવતો ગોમાતાનો સેવક.' આ ઘટના ૨૮ ઓગસ્ટની છે જ્યારે જમ્મુમાં પૂરને કારણે અનેક ગામો વહી ગયાં હતાં. આ વિડિયોને લાખો લોકોએ લાઇક કર્યો હતો.(૩૮.૧૮)
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
