તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 1st September 2025
૧ લાખની સેલરી લેતા શાળાના આચાર્યને મુખ્યમંત્રી-વડાપ્રધાનનું નામ નથી ખબર
છત્તીસગઢના કોરબા જિલ્લામાં એક હેડમાસ્ટર દારૂ પીને શાળાએ પહોંચ્યો : દારૂના નશામાં સ્કૂલ પહોંચેલા શિક્ષકનો સ્થાનિક લોકોએ વીડિયો બનાવી લીધો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ

કોરબા તા.૧: છત્તીસગઢના મુખ્યમંત્રી કોણ છે? તેની જાણકારી રાજ્યના દરેક નાગરિકને હશે, પણ એક સરકારી સ્કૂલના હેડમાસ્ટરને પોતાના રાજ્યના સીએમનું નામ પણ નથી ખબર. આ કિસ્સો કોરબા જિલ્લાનો છે. અહીં એક શાળાના હેડમાસ્ટર દારૂના નશામાં બાળકોને ભણાવવા પહોંચ્યા હતા. તેમને એ પણ નથી ખબર કે આપણા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે અને દેશના વડાપ્રધાનનું આખું નામ શું છે. દારૂના નશામાં સ્કૂલ પહોંચેલા શિક્ષકનો સ્થાનિક લોકોએ વીડિયો બનાવી લીધો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોના આધાર પર ખંડ શિક્ષણ અધિકારીએ તપાસ કરી રિપોર્ટ જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલ્યો છે. આ કિસ્સો જિલ્લાના કરતલા બ્લોકમાં આવતા પરસાભાંઠા પ્રાથમિક શાળાનો છે. જ્યાં સ્કૂલના હેડમાસ્ટર ચંદ્રપાલ પૈકરા નશામાં ધૂત થઈને સ્કૂલે પહોંચ્યા અને પોતાની ખુરશીમાં બેસી સ્કૂલ ટાઈમમાં સૂઈ ગયો. જ્યારે તેને ઉઠાવી તેની આ હરકતો વિશે વાત કરી તો હેડમાસ્ટર કહેવા લાગ્યા કે ઘરની નજીકમાં જ સ્કૂલ છે એટલે અહીં સૂઈ ગયો.
નશામાં ધૂત હેડમાસ્ટરને જ્યારે ગામના લોકોએ દેશના વડાપ્રધાનનું આખું નામ પૂછ્યું તો તે કહેવા લાગ્યો, મને હેરાન ન કરો. આ ઉપરાંત તેને રાજ્યના મુખ્યમંત્રીનું નામ પણ ખબર નથી. જ્યારે તેને મુખ્યમંત્રીનું નામ પૂછ્યું તો તેણે રમણસિંહનું નામ આપી દીધું. આપને જણાવી દઈએ કે, છત્તીસગઢના હાલના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય છે. રમણ સિંહ ૨૦૧૮ સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા. નશામાં ધૂત શિક્ષકની જ્યારે લોકોએ સેલરી પૂછી તો કહ્યું કે, મને એક લાખ રૂપિયા મળે છે.
ગામલોકોનો આરોપ છે કે હેડમાસ્ટર ઘણી વાર દારૂ પીને સ્કૂલે આવે છે. આ મામલાની ફરિયાદ પણ કરી, પણ શિક્ષણ વિભાગ તરફથી કડક કાર્યવાહી થઈ નહીં. ગામલોકોનું કહેવું છે કે આ પ્રકારના શિક્ષકોના કારણે તેમના બાળકોનું ભવિષ્ય દાવ પર લાગેલું છે. સ્કૂલમાં કુલ ૪૬ બાળકો ભણે છે અને હેડમાસ્ટર સહિત ખાલી બે શિક્ષક જ કાર્યરત છે. એક શિક્ષણ ક્લાસમાં બાળકોને ભણાવી રહ્યા છે અને બીજા હેડમાસ્ટર છે. જે નશાની હાલતમાં ફરતા હોય છે.
ગામ લોકોનું કહેવું છે કે ઘણી વાર હેડમાસ્ટરને સમજાવ્યો, પણ તે કહે છે કે વધુમાં વધુ થોડા દિવસ માટે સસ્પેન્ડ થઈ જઈશ, નોકરીમાંથી હટાવી તો દેશે નહીં. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ હંમેશા ક્લાસમાં સૂઈ જાય છે અને દારૂના નશામાં શાળાએ આવે છે.(૩૮.૧૭)
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
